કનકાઈ માતાજી મંદિર નજીક આધુનિક સુવિધાઓ સાથે નવા બગીચાનું નિર્માણ પૂર્ણતાના આરે.
પોરબંદર, 14 માર્ચ (હિ.સ.)પોરબંદર શહેરના દરિયાકાંઠે વિલા સર્કિટ હાઉસ નજીક આવેલ કનકાઈ માતાજીના મંદિર પાસે મહાનગરપાલિકા દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ નવા બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરની સુંદરતા વધારવા અને નાગરિકોને આરામદાયક તેમજ મનોહર પર્યાવ
કનકાઈ માતાજી મંદિર નજીક આધુનિક સુવિધાઓ સાથે નવા બગીચાનું નિર્માણ પૂર્ણતાના આરે.


કનકાઈ માતાજી મંદિર નજીક આધુનિક સુવિધાઓ સાથે નવા બગીચાનું નિર્માણ પૂર્ણતાના આરે.


કનકાઈ માતાજી મંદિર નજીક આધુનિક સુવિધાઓ સાથે નવા બગીચાનું નિર્માણ પૂર્ણતાના આરે.


કનકાઈ માતાજી મંદિર નજીક આધુનિક સુવિધાઓ સાથે નવા બગીચાનું નિર્માણ પૂર્ણતાના આરે.


પોરબંદર, 14 માર્ચ (હિ.સ.)પોરબંદર શહેરના દરિયાકાંઠે વિલા સર્કિટ હાઉસ નજીક આવેલ કનકાઈ માતાજીના મંદિર પાસે મહાનગરપાલિકા દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ નવા બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરની સુંદરતા વધારવા અને નાગરિકોને આરામદાયક તેમજ મનોહર પર્યાવરણ ઉપલબ્ધ થાય તે હેતુસર આ બગીચો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બગીચામાં મેટ્રો સિટીઓમાં જોવા મળતી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બે આકર્ષક ગઝેબો (Gazebo) તૈયાર કરવામાં આવ્યા છે. આ ગઝેબો બગીચાનું મુખ્ય આકર્ષણ બનશે. બંને ગઝેબોમાં સુવિધાજનક બેઠક વ્યવસ્થા સાથે કુલ 16 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી નાગરિકો પરિવાર સાથે અહીં બેસીને આનંદ માણી શકે.બગીચાની સુંદરતા વધારવા માટે 16 ડેકોરેટિવ વિન્ટેજ લાઈટ, 100 ટ્રી બોલ લાઈટ અને આકર્ષક કલર ડોમ ફાઉન્ટેઈન સ્થાપિત કરવામાં આવ્યા છે, જે સાંજના સમયે બગીચાને વધુ મનોહર બનાવશે. નાગરિકો માટે આરામદાયક બેઠકની સુવિધા તરીકે 10 બેન્ચીસ મૂકવામાં આવી છે.

બાળકોના મનોરંજન અને શારીરિક વિકાસને ધ્યાનમાં રાખીને બગીચામાં ચિલ્ડ્રન કોમ્બો જીમ ઇક્વિપમેન્ટ સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી બાળકો સુરક્ષિત વાતાવરણમાં રમતી વખતે આનંદ માણી શકે. ઉપરાંત બગીચામાં હરિયાળી વધારવા માટે લગભગ 60 જેટલા વિવિધ પ્રકારના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ ગ્રીન લોન અને વોકિંગ માટે યોગ્ય વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે, જેના કારણે બગીચામાં પ્રકૃતિમય અને શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાશે.

ઉલ્લેખનીય છે કે કનકાઈ માતાજી મંદિર નજીક આ બગીચાના નવનિર્માણનું કામ 30 જુલાઈ 2025 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં આ કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે. ટૂંક સમયમાં બગીચાનું લોકાર્પણ કરવામાં આવશે, ત્યારબાદ પોરબંદરના નાગરિકોને મેટ્રો સિટીઓ જેવી ગઝેબોની આધુનિક સુવિધાઓ સાથેનો આ સુંદર બગીચો ઉપયોગ માટે ઉપલબ્ધ બનશે. આ પ્રકારના વિકાસ કાર્યો દ્વારા પોરબંદર શહેરની સૌંદર્યવૃદ્ધિ સાથે નાગરિકોને આરામ અને મનોરંજન માટે ઉત્તમ સ્થળ ઉપલબ્ધ કરાવવાનો પોરબંદર મહાનગરપાલિકાનો પ્રયાસ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande