
પોરબંદર, 14 માર્ચ (હિ.સ.)પોરબંદરના માધવપુરકમા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવનો રામનવમીથી પ્રારંભ થશે સાથે રાજય અને કેન્દ્ર સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ પ્રવાસન વિભાગ દ્રારા રાષ્ટ્રીય કક્ષાના મેળાનુ પણ આયોજન કરવામા આવ્યુ છે તેમની તૈયારીઓ પણ શરૂ કરી દેવામા આવી છે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીના ભણકાર વાગી રહ્યા છે જેને પગલે મેળાની રોનક બદલાશે તેવી પણ ચર્ચા જોવા મળી રહી છે. જો તા. 27 માર્ચના રોજ સ્થાનિક સ્વરાજયની ચુંટણી જાહેર થશે તો રાજકીય મહાનુભાવો ઉપસ્થિત નહિં રહી શકે તો અને જો એપ્રિલ માસમા ચુંટણીની જાહેરાત થશે તો મેળો જમાવટ કરશે અને રાજકીય મહાનુભાવો મેળાની શોભામા વધારો કરશે તો જોકે મેળાના આયોજનમા ખાસ કોઇ ફેરફાર નહિં થાય જો ચુંટણી જાહેર નહિં થાય તો મેળો જમાવટ કરશે સરકારી ખર્ચે લોકો મેળીની મજા માણી શકે દરેક ગામ અને શહેરમાંથી મેળા સુધી બસની ખાસ વ્યવસ્થા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કરવામા આવશે આ ઉપરાંત રાજયના મુખ્યમંત્રી અને મંત્રી સહિતના રાજકીય મહાનુભાવોની પણ ઉપસ્થિત જોવા મળશે હાલ તો જીલ્લા વહિવટી તંત્ર દ્રારા મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. વિવિધ રાઈડ અને સ્ટોલની જગ્યાની ફાળવણી માટે પ્રક્રિયા શરૂ કરી દેવામા આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya