વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે HNGU ના જર્નાલિઝમ વિભાગમાં વિવિધ કાર્યક્રમો યોજાયા
મહેસાણા ,14 માર્ચ (હિ.સ.) વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ – 2026 નિમિત્તે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના જર્નાલિઝમ વિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. “સુરક્ષિત ઉત્પાદનો, આત્મવિશ્વાસી ગ્રાહકો
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે HNGU ના જર્નાલિઝમ વિભાગમાં વિવિધ કાર્યક્રમો યોજાયા


વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે HNGU ના જર્નાલિઝમ વિભાગમાં વિવિધ કાર્યક્રમો યોજાયા


મહેસાણા ,14 માર્ચ (હિ.સ.) વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ – 2026 નિમિત્તે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના જર્નાલિઝમ વિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. “સુરક્ષિત ઉત્પાદનો, આત્મવિશ્વાસી ગ્રાહકો” (Safe Products, Confident Consumers) થીમ અંતર્ગત ગ્રાહક જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે.

જર્નાલિઝમ વિભાગના હેડ આનંદ પટેલ અને પ્રોફેસર ભરત ચૌધરીના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ગ્રાહક અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ગ્રાહકોના હકો, બજારમાં ઉપલબ્ધ ઉત્પાદનોની ગુણવત્તા અને જાગૃત ગ્રાહક બનવાની જરૂરિયાત અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. જ્યારે ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સર્જનાત્મક રીતે સુરક્ષિત ઉત્પાદનો અને ગ્રાહક જાગૃતિનો સંદેશ ચિત્રો દ્વારા વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત જાગૃતિ રેલી દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર દ્વારા લોકોને ગ્રાહક અધિકારો અંગે માહિતગાર કર્યા હતા. સુરક્ષિત ઉત્પાદનો ખરીદવા, બિલ લેવાની અને ગ્રાહક તરીકે પોતાના હકો અંગે સજાગ રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનું આયોજન જાગ્રુત ગ્રાહક મંડળ – પાટણના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેના દ્વારા યુવાનોમાં ગ્રાહક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande