ભરૂચના વિદ્યાર્થીઓએ બનાવ્યું, સ્માર્ટ એકવા પ્રીડીક્ટ ડિવાઇસ નવું ઈનોવેશન
-દૂષિત પાણી માટે રિયલ-ટાઇમ એલર્ટ કરે છે આ મશીન -સિસ્ટમમાં પીએચ, ટર્બિડિટી , તાપમાન અને ટીડીએસ જેવા સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો ભરૂચ 15 માર્ચ (હિ.સ.) ભરૂચના વિદ્યાર્થીઓની કમાલ પાણીની શુદ્ધતા માપતું ''એકવા પ્રીડિક્ટ'' ડિવાઇસ IIT પટના ખાતે ''
ભરૂચના વિદ્યાર્થીઓએ બનાવ્યું સ્માર્ટ એકવા પ્રીડીક્ટ ડિવાઇસ નવું ઈનોવેશન


ભરૂચના વિદ્યાર્થીઓએ બનાવ્યું સ્માર્ટ એકવા પ્રીડીક્ટ ડિવાઇસ નવું ઈનોવેશન


ભરૂચના વિદ્યાર્થીઓએ બનાવ્યું સ્માર્ટ એકવા પ્રીડીક્ટ ડિવાઇસ નવું ઈનોવેશન


-દૂષિત પાણી માટે રિયલ-ટાઇમ એલર્ટ કરે છે આ મશીન

-સિસ્ટમમાં પીએચ, ટર્બિડિટી , તાપમાન અને ટીડીએસ જેવા સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો

ભરૂચ 15 માર્ચ (હિ.સ.) ભરૂચના વિદ્યાર્થીઓની કમાલ પાણીની શુદ્ધતા માપતું 'એકવા પ્રીડિક્ટ' ડિવાઇસ IIT પટના ખાતે 'કેમાથોન-2026' ના ગ્રાન્ડ ફિનાલેમાં ચમકશે.SSIP પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરાયેલું ઉપકરણ દૂષિત પાણીથી થતી બીમારીઓ અને દુર્ઘટનાઓ અટકાવવામાં રામબાણ ઈલાજ સાબિત થશે

ભરૂચના ઉભરતા યુવા એન્જિનિયરોએ રાષ્ટ્રીય સ્તરે શહેરનું નામ રોશન કર્યું છે. દૂષિત પાણીના કારણે સર્જાતી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ગંભીર દુર્ઘટનાઓને રોકવા માટે વિદ્યાર્થીઓએ 'એકવા પ્રીડિક્ટ' (Aqua Predict) નામનું આધુનિક ડિવાઇસ તૈયાર કર્યું છે. આ પ્રોજેક્ટની વિશેષતાને ધ્યાને રાખીને પ્રતિષ્ઠિત આઈઆઈટી પટના (IIT Patna) ખાતે યોજાનાર 'IICHE 2026 કેમાથોન' ના ગ્રાન્ડ ફિનાલે માટે તેની પસંદગી કરવામાં આવી છે.

સમસ્યાનું ટેકનોલોજીકલ નિરાકરણ

ઘણીવાર પાણીની ગુણવત્તામાં અચાનક ઘટાડો થવા છતાં લોકોને તેની સમયસર જાણ થતી નથી, જેના પરિણામે લોકો ગંભીર બીમારીઓનો ભોગ બને છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી) હેઠળ આ ડિવાઇસ વિકસાવ્યું છે. આ સાધન પાણીની ગુણવત્તાની સતત તપાસ કરી લોકોને સમયસર ચેતવણી આપી શકે છે, જેથી દૂષિત પાણીના સેવનથી થતી જાનહાનિ કે બીમારીઓ અટકાવી શકાય.

નિષ્ણાત પ્રોફેસરોનું માર્ગદર્શન

આ પ્રોજેક્ટ પ્રોફેસર એ.એન. વાઘેલા અને પ્રોફેસર નૈના તાહિરામણી ના સીધા માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. માર્ગદર્શક પ્રોફેસરોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની આ શોધ પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. રાષ્ટ્રીય સ્તરના મંચ પર ભરૂચના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ ગૌરવ સમાન છે.

આ પ્રતિભાશાળી ટીમે સફળતા અપાવી

પ્રોજેક્ટના ટીમ લીડર રાહુલકુમાર ઓમપ્રકાશ પાઠક ના નેતૃત્વમાં ટીમમાં સ્વસ્તી ભટ્ટ, કૃષ્ણા મોરે, ગોહિલ ધ્રુવ, વસુદેવ મુકેશ ખંડેલવાલ અને ચૌહાણ વિશ્વરાજસિંહ ચેતનસિંહ એ દિવસ-રાત મહેનત કરીને આ ઉપકરણ તૈયાર કર્યું છે. આગામી ગ્રાન્ડ ફિનાલેમાં આ ટીમ ભરૂચ અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande