જામનગરમાં પ્રથમ લોક અદાલત : 15 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો, 9500થી વધુ કેસોનો નિકાલ થશે
જામનગર, 15 માર્ચ (હિ.સ.) : જામનગરમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એન.આર.જોશીના નેતૃત્વ હેઠળ 14 માર્ચ 2026ના રોજ વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં 9,500થી વધુ કેસોના નિકાલ માટે રાખવામાં આવ્યા છે. આ કેસોની સુનાવણી કુલ 27 ક
લોક અદાલત


જામનગર, 15 માર્ચ (હિ.સ.) :

જામનગરમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એન.આર.જોશીના નેતૃત્વ હેઠળ 14 માર્ચ 2026ના રોજ વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં 9,500થી વધુ કેસોના નિકાલ માટે રાખવામાં આવ્યા છે. આ કેસોની સુનાવણી કુલ 27 કોર્ટમાં વિવિધ ન્યાયાધીશો દ્વારા હાથ ધરવામાં આવશે. બેંકો, ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન કંપનીઓ સહિત આશરે 15 જેટલી સંસ્થાઓએ આ લોક અદાલતમાં ભાગ લીધો છે.

લોક અદાલતમાં પ્રી-લિટિગેશન અને પોસ્ટ-લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાનકારી કેસોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, મેટ્રિમોનિયલ કેસો, ઇલેક્ટ્રિસિટી બોર્ડના બાકી લેણાંના કેસો, ઇ-ચલણ અને MACPના કેસો તેમજ કબૂલાતપાત્ર અન્ય તમામ કેસોનો નિકાલ કરવામાં આવશે.

હાલ આ કેસોના નિકાલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જામનગરના જ્યુડિશિયલ ઓફિસર, કોર્ટ સ્ટાફ અને વકીલ મિત્રોનો સારો સહકાર મળી રહ્યો છે. લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન લાવી વર્ષો જૂના કેસોનો ઝડપી નિકાલ કરવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande