
મહેસાણા,15 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ભાજપના પ્રભારી તરીકે નિયુક્તિ બાદ પ્રથમ વખત જિલ્લાના મુખ્ય આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, સાંસદ મયંકભાઈ નાયક, સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લાનાં ધારાસભ્યો તેમજ મંડળના મુખ્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સંગઠનાત્મક મુદ્દાઓ તેમજ ભાજપની વિચારધારા અને કાર્યપ્રણાલી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં અને રાજ્યમાં ચાલી રહેલા વિકાસકાર્યો તથા જનકલ્યાણકારી યોજનાઓને ગામડાં અને બૂથ સ્તર સુધી પહોંચાડવા માટે આગેવાનોને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે બૂથ સમિતિઓને સક્રિય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. શક્તિ કેન્દ્ર સ્તરે સંગઠનના કાર્યને વધુ ગતિ આપવા તેમજ આગામી કાર્યક્રમો અને અભિયાનોને સફળ બનાવવા માટે આગેવાનો વચ્ચે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
બેઠકમાં ઉપસ્થિત આગેવાનોને પાર્ટીની નીતિઓ અને યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે સક્રિય રીતે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. સમગ્ર બેઠક દરમિયાન સંગઠનને મજબૂત બનાવવા અને જનસંપર્ક વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR