પાટણમાં પ્રજાપતિ છાત્રાલયના નવા ભવનનો શિલાન્યાસ
પાટણ, 15 માર્ચ (હિ.સ.)પાટણ ખાતે ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત, શેઠ હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલયના નૂતન ભવનનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આશરે ₹15 કરોડના ખર્ચે બનનાર આ અદ્યતન પાંચ માળના ભવનમાં 350 કુમારો અને 100 કન્યાઓ માટે રહેવાની
પાટણમાં પ્રજાપતિ છાત્રાલયના નવા ભવનનો શિલાન્યાસ


પાટણ, 15 માર્ચ (હિ.સ.)પાટણ ખાતે ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત, શેઠ હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલયના નૂતન ભવનનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આશરે ₹15 કરોડના ખર્ચે બનનાર આ અદ્યતન પાંચ માળના ભવનમાં 350 કુમારો અને 100 કન્યાઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ શહેરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તેમજ મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો હોવાને કારણે રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અહીં આવે છે. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ નવા છાત્રાલયનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કન્યાઓ માટે અલગ નિવાસ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

શિલાન્યાસ વિધિ સતાધાર ધામના મહંત વિજયબાપુની નિશ્રામાં અને ભૂમિદાતા પરિવારના નરેન્દ્રકુમાર રામચંદ્રભાઈ પ્રજાપતિ તથા યોગેશકુમાર હિંમતલાલ પ્રજાપતિના વરદ્ હસ્તે સંપન્ન થઈ હતી. કાર્યક્રમમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના સંસ્થાપક દલસુખભાઈ સી. પ્રજાપતિ સહિત અનેક આગેવાનો, મહેમાનો અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ શાંતિલાલ એસ. પ્રજાપતિ અને મંત્રી રઘુભાઈ જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande