વેરાવળ ખાતે પી.સી એન્ડ પી.એન.ડી.ટી. અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત ઓરિયન્ટેશન વર્કશોપ યોજાયો
ગીર સોમનાથ, 15 માર્ચ (હિ.સ.) : જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વેરાવળના આસોપાલવ લૉન્સ ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ -૧૯૯૪ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત ઓરિયેન્ટેશન વર્કશોપ યોજાયો હતો. આ ઓરિયેન્ટેશન વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્
વેરાવળ ખાતે પી.સી એન્ડ પી.એન.ડી.ટી. અને ક્લિનિકલ


ગીર સોમનાથ, 15 માર્ચ (હિ.સ.) : જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વેરાવળના આસોપાલવ લૉન્સ ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ -૧૯૯૪ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત ઓરિયેન્ટેશન વર્કશોપ યોજાયો હતો.

આ ઓરિયેન્ટેશન વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરુણ રૉયે 'માતા મરણ' તેમજ કાયદાની અગત્યતા સમજાવતા જણાવ્યું હતું કે, આજનો યુગ ટેક્નોલોજીનો યુગ છે. હવે ઝડપથી ટેક્નોલોજી આગળ વધી રહી છે ત્યારે ફાયદાઓ સાથે કેટલાક દુષ્પરિણામો પણ જોવા મળે છે. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટની અગત્યતા હાલના સમયમાં ખૂબ જ અગત્યની છે. સહિયારા પ્રયાસોથી આ કાયદાનું ગીર સોમનાથ જિલ્લામાં અમલીકરણ થાય એ દિશામાં ઉપસ્થિત સર્વેને માર્ગદર્શિત કર્યા હતાં.

પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. નોડલ શ્રી એ.બી.ચૌધરીએ રજિસ્ટર થયેલી તમામ સંસ્થાઓને માતા મરણ ન થાય તે અંગેની તકેદારી રાખવાના પગલા, સગર્ભા મહિલાઓની નિયમિત તપાસ અને ફોલોઅપ, ડિલિવરી રજીસ્ટ્રેશન નિભાવવા, ચકાસણીમાં સહકાર આપવા સહિતની બાબતો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિપુલ દુમાતરે સોનોગ્રાફી-આરોગ્યલક્ષી સ્કેનર મશીન સહિતના ઉત્પાદકોને પણ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ લાગુ પડે છે, એમ જણાવી તપાસ દરમિયાનની ક્ષતિઓના નિવારણ અને હોસ્પિટલમાં ફરજિયાત રજિસ્ટ્રેશન-રિન્યૂઅલ સહિત એક્ટની વિવિધ કલમો અંગે વિશદ્ છણાવટ સાથે માહિતી પૂરી પાડી હતી.

તેમણે વધુમાં ફોર્મ-એફ માં રાખવાની થતી તકેદારી, હોસ્પિટલમાં નવા સોનોગ્રાફી મશીનના યુઝર ડોક્ટર ઉમેરવા અંગેની અરજી, નવું સોનોગ્રાફી મશીન ખરીદ કરવા અંગેની અરજી, સોનોગ્રાફી ઇમેજિંગ મશીન ઇન્સ્ટોલ થયા બાદ મશીનની વિગતો ફોર્મ-બી માં ઉમેરવા માટે, સગર્ભા સ્ત્રી માહિતી રજીસ્ટ્રેશન પ્રમાણિત કરવા અંગે, પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળનું રજીસ્ટ્રેશન રદ અથવા સરેન્ડર કરવા બાબત સહિતની માહિતી આપવામાં આવી હતી.

ડૉ.પુનિત રાખોલિયા અને ડૉ.દોમડિયા સહિતના ડૉક્ટર્સે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત આરોગ્યક્ષેત્રમાં આર્ટિફિશ્યલ ટેક્નોલોજીના ઉપયોગ અને સોશિયલ મીડિયાની સામાજિક અસરોને સાંકળીને પોતાના પ્રતિભાવો અને વિચારો રજૂ કર્યા હતાં.

મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતાં ક્વોલિટી મેડિકલ ઈન્શ્યોરન્સ ઓફિસર એચ.કણસાગરાએ જણાવ્યું હતું કે, નવા રજિસ્ટર થયેલા પ્રેક્ટિશનર્સ અને ડૉક્ટર્સને પીસી એન્ડ પીએનડીટી એક્ટ -૧૯૯૪ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જાણકારી મળે તેમજ નિયમોનુસાર કાયદાઓની સમજ વિકસે એવો આ વર્કશોપનો ધ્યેય રહેલો છે. જેથી ભવિષ્યમાં શું કાળજી લઈ શકાય એની જાણકારી મળી રહે.

પ્રોગ્રામ આસિસ્ટન્ટ યોગેશ કિંદરખેડિયાએ પ્રેઝન્ટેશન દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.નું જિલ્લાનું માળખું, નિયમોનુસાર પ્રક્રિયા, સેક્સ રેશિયો, કુલ રજીસ્ટ્રેશન્સ સહિતની વિગતો વર્ણવી હતી. ઉપસ્થિત સર્વેએ 'બેટી બચાવો, બેટી પઢાવો' અંતર્ગત સ્ત્રીભૃણ હત્યા અટકાવવા માટેના શપથ લીધા હતાં.

આ વર્કશૉપમાં ઉના સિવિલ સુપ્રિટેન્ડન્ટ મિશ્રા, વેરાવળ સહિત જિલ્લાના પ્રેક્ટીશનર્સ અને પી.સી.પી.એન.ડી.ટી. અંતર્ગત નોંધાયેલા ડૉક્ટર્સ, મેડિકલ અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande