વડોદરા ઝાલા ગામે રામાપીરના ભક્તોનું ભવ્ય સામૈયું, જીવાભગત અને બાલુભાઇ રાઠોડ ની ઉંમર 75 વર્ષની ઉપર હોવા છતાં પણ યાત્રા પૂર્ણ કરી
ગીર સોમનાથ 15 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના, વડોદરા ઝાલા ગામના વતની જીવાભાઈ (જીવાભગત) ભગવાનભાઈ ઝાલા, ઉદયસિંહ રણધીરભાઈ બારડ તથા વાવડી ગામના બાલુભાઈ ટપુભાઈ રાઠોડે, તા. 18 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા ઝાલા સ્થિત મહાબળ બાપાના સાન
વડોદરા ઝાલા ગામે રામાપીરના ભક્તોનું ભવ્ય સામૈયું


ગીર સોમનાથ 15 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના, વડોદરા ઝાલા ગામના વતની જીવાભાઈ (જીવાભગત) ભગવાનભાઈ ઝાલા, ઉદયસિંહ રણધીરભાઈ બારડ તથા વાવડી ગામના બાલુભાઈ ટપુભાઈ રાઠોડે, તા. 18 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા ઝાલા સ્થિત મહાબળ બાપાના સાનિધ્યમાંથી પદયાત્રાની શરૂઆત કરી હતી. આ પવિત્ર પદયાત્રા 22 દિવસ સુધી ચાલીને તા. 11 માર્ચ 2026ના રોજ રાજસ્થાનના રામદેવડા ખાતે આવેલ રામદેવપીર મહારાજના મંદિરે પૂર્ણ થઈ હતી. આ યાત્રા દરમિયાન ભક્તોએ આશરે 1100 કિલોમીટરનું અંતર પગપાળા પાર કર્યું હતું.

પદયાત્રા દરમિયાન ભક્તોએ ચોટીલા સ્થિત ચામુંડા માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ ડુંગરા સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ પણ દર્શન કર્યા હતા.

રામદેવડા ખાતે દર્શન પૂર્ણ કરી ગામ પરત ફર્યા બાદ વડોદરા ઝાલા ગામે ગ્રામજનો, ભક્તો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી પ્રસાદનો લાભ લીધો હતો.

આ પ્રસંગે વડોદરા ઝાલા ગામના સરપંચ ભગીરથસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને પદયાત્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ગામજનોએ મહાબળ બાપાથી રામદેવજી મહારાજના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સનાતન ધર્મપ્રેમીઓ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande