ચૂંટણી પૂર્વે વિશ્વકર્માનો દક્ષિણ ગુજરાત પ્રવાસ, ઉનાઈ માતાજી મંદિરે દર્શન અને કાર્યકરો સાથે ચર્ચા
નવસારી, 15 માર્ચ (હિ.સ.): ગુજરાતમાં આવનારી તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓની તૈયારી વચ્ચે રાજકીય પ્રવૃત્તિઓ વધુ ગતિમાન બની રહી છે. આ પરિસ્થિતિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન નવસારી જિલ્લાના પ
Navsari


નવસારી, 15 માર્ચ (હિ.સ.): ગુજરાતમાં આવનારી તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓની તૈયારી વચ્ચે રાજકીય પ્રવૃત્તિઓ વધુ ગતિમાન બની રહી છે. આ પરિસ્થિતિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન નવસારી જિલ્લાના પ્રસિદ્ધ ઉનાઈ માતાજી મંદિરે પહોંચી પૂજા-અર્ચના કરી અને પાર્ટીની સફળતા માટે આશીર્વાદ માગ્યા.

વિશ્વકર્મા હાલમાં દક્ષિણ ગુજરાતના સંગઠનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે. બે દિવસ પહેલાં તેમણે વલસાડ અને ત્યારબાદ ડાંગ જિલ્લામાં કાર્યકરો સાથે બેઠકો યોજી હતી. ડાંગમાં બુથ સ્તરના કાર્યકરોને માર્ગદર્શન આપ્યા બાદ તેઓ મોડી સાંજે નવસારી જિલ્લામાં પહોંચ્યા હતા.

ઉનાઈ માતાજીના ઐતિહાસિક મંદિરે તેમણે ઉષ્ણ અંબાની આરતીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ સ્થાનિક ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

મંદિરમાં દર્શન કર્યા પછી વિશ્વકર્માએ નજીકની ચાની દુકાને કાર્યકરો સાથે બેઠા રહી ચાની ચુસ્કી લીધી. આ દરમિયાન સ્થાનિક મુદ્દાઓ અને આવનારી ચૂંટણી માટેની તૈયારી અંગે અનૌપચારિક ચર્ચા પણ થઈ. કાર્યકરો સાથે તેમણે સેલ્ફી અને ફોટા પણ પડાવ્યા, જેના કારણે સ્થાનિક કેડરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande