
જુનાગઢ 15 માર્ચ (હિ.સ.) કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન ઘેડ પંથકના ગામોની મુલાકાત લીધી હતી, તેમણે ખાસ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે ચાલતી યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ જુદા જુદા ગામોની મુલાકાત બાદ મેખડી ગામ ખાતે સાબલી નદી પર ફેઝ -૧ અંતર્ગત નદી ઊંડી ઉતારવા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ફુલરામા ગામ નજીક પણ પણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાનું કાયમી ધોરણે ઉકેલ આવે તે કામની ગુણવત્તા જળવાઈ, સુવ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે અને સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા, ઉપરાંત સંલગ્ન અધિકારીઓને પણ સતત કામ પર દેખરેખ સૂચના આપી હતી.
કેન્દ્રીય મંત્રીએ લોકોની આકાંક્ષાઓ પર કામ ખરું ઉતરે તે પ્રકારે કામ કરવા પણ નિર્દેશ આપ્યા હતા, આ દરમિયાન તેમણે સ્થાનિક ગ્રામજનો- આગેવાનો સાથે પણ સંવાદ કરી તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ