મહેસાણા પોલીસ દ્વારા, વ્યાજખોરો સામે રજૂઆત માટે જનસંપર્ક સભા 17 માર્ચે યોજાશે
મહેસાણા,15 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં વ્યાજખોરોના વધતા પ્રકરણોને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જનજાગૃતિ અને નાગરિકોની રજૂઆત સાંભળવા માટે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જનસંપર્ક સભા તા. 17/03/2026ના રોજ બપોરે 12:00 કલાકે
મહેસાણા પોલીસ દ્વારા વ્યાજખોરો સામે રજૂઆત માટે જનસંપર્ક સભા 17 માર્ચે યોજાશે


મહેસાણા,15 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં વ્યાજખોરોના વધતા પ્રકરણોને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જનજાગૃતિ અને નાગરિકોની રજૂઆત સાંભળવા માટે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જનસંપર્ક સભા તા. 17/03/2026ના રોજ બપોરે 12:00 કલાકે મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ ઓડિટોરિયમ હોલમાં યોજાશે. કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની અધ્યક્ષતામાં યોજાનાર છે.

આ સભાનો મુખ્ય હેતુ વ્યાજખોરો દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે નાગરિકોને અવગત કરવો તથા જે લોકો વ્યાજખોરીના શિકાર બન્યા હોય તેમની રજૂઆતો સીધી પોલીસ તંત્ર સમક્ષ સાંભળવાનો છે.

પોલીસ વિભાગ દ્વારા આવા કેસોમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે માટે લોકો આગળ આવીને હકીકતો રજૂ કરે તે માટે પણ આ કાર્યક્રમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મહેસાણા જિલ્લાના નાગરિકો, વેપારીઓ, ખેડુતો તથા સામાજિક આગેવાનોને આ જનસંપર્ક સભામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિને વ્યાજખોરી સંબંધિત ફરિયાદ અથવા રજૂઆત હોય તો તેઓ આ બેઠકમાં હાજરી આપી પોતાની વાત પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂ કરી શકે છે.

પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande