
મહેસાણા, 15 માર્ચ (હિ.સ.) : મહેસાણા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહેસાણા તાલુકા ભાજપ મંડળની પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ ગીરીશભાઈ રાજગોર તેમજ નવનિયુક્ત જિલ્લા પ્રભારી ડૉ. ભરતભાઈ ડાંગરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા ભાજપ મંડળના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નવનિયુક્ત જિલ્લા પ્રભારી ડૉ. ભરતભાઈ ડાંગરે કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સક્રિય રીતે કાર્ય કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાર્ટીના વિચારો અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓને બૂથ સ્તર સુધી પહોંચાડવા માટે કાર્યકરોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
બેઠક દરમિયાન જિલ્લા ભાજપ અધ્યક્ષ ગીરીશભાઈ રાજગોરે પણ કાર્યકરોને આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંગઠનના વિવિધ કાર્યક્રમો, સભાઓ તેમજ જનસંપર્ક અભિયાનને સફળ બનાવવા માટે કાર્યકરોને સક્રિય ભાગીદારી આપવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં તાલુકા મંડળના આગેવાનો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો તેમજ સંગઠનાત્મક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં ભાજપના કાર્યક્રમોને વધુ વ્યાપક રીતે અમલમાં મૂકવા માટે આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ પરિચય બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR