સિદ્ધપુરમાં ભાજપના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો
પાટણ, 15 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુરના ગોકુલ મિલ ખાતે ભાજપના શહેર અને જિલ્લા સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન અને પરિચય કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમ
સિદ્ધપુરમાં ભાજપના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો


પાટણ, 15 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુરના ગોકુલ મિલ ખાતે ભાજપના શહેર અને જિલ્લા સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન અને પરિચય કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મુકાયો હતો.

આ પ્રસંગે બલવંતસિંહ રાજપૂતે નવનિયુક્ત હોદ્દેદારોને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. તેમણે પદાધિકારીઓને સંબોધતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે સુચારૂ આયોજન અને વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપ્યું અને જીત માટે અત્યારથી જ સક્રિય થવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં APMC ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, રણજીતસિંહ સોલંકી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ પંડ્યા, મહામંત્રી દશરથભાઈ પટેલ, મનોજસિંહ ઝાલા સહિત જિલ્લા-શહેરના મોરચાના પદાધિકારીઓ, નગરપાલિકાના ભૂતપૂર્વ સદસ્યો અને સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવા હોદ્દેદારોનો પરિચય અને સંગઠનલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande