
પાટણ, 15 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુરમાં યુવા બેતાલીસ ક્ષત્રિય ઠાકોર સમાજ સંગઠન દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કુલ 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
આ પ્રસંગે બલવંતસિંહ રાજપૂતે નવદંપતીઓને સુખી દામ્પત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજની એકતા તથા સેવા ભાવનાની પ્રશંસા કરી હતી. સમૂહ લગ્નોત્સવનો મુખ્ય હેતુ સમાજમાં કરકસર વધારવા અને સંગઠન શક્તિને મજબૂત બનાવવાનો રહ્યો હતો.
કાર્યક્રમમાં નંદાજી ઠાકોર, બાલસંગજી ઠાકોર, ભરતજી લવારા, વિષ્ણુભાઈ પટેલ, દિલીપજી ઠાકોર, જગદીશભાઈ પટેલ, ડાયાભાઈ, દશરથજી રાજપુત, કનુભાઈ પંચાલ, પ્રભાતસિંહ ઠાકોર અને નાગજીભાઈ દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા દાતાઓ, સામાજિક આગેવાનો અને સ્વયંસેવકોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ