હાઈવે પર નાકાબંધી દરમિયાન ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ આરોપી પકડાયા
વલસાડ, 15 માર્ચ (હિ.સ.): નેશનલ હાઈવે નંબર 48 પર સરોધી વિસ્તાર નજીક પારડી પોલીસએ બાતમીના આધારે નાકાબંધી કરીને દમણથી સુરત જઈ રહેલી એક ટ્રકને અટકાવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી અંદાજે ₹1.38 લાખ કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પો
Arrest


વલસાડ, 15 માર્ચ (હિ.સ.): નેશનલ હાઈવે નંબર 48 પર સરોધી વિસ્તાર નજીક પારડી પોલીસએ બાતમીના આધારે નાકાબંધી કરીને દમણથી સુરત જઈ રહેલી એક ટ્રકને અટકાવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી અંદાજે ₹1.38 લાખ કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પારડી પોલીસ સ્ટેશનના રોહિત રાજુભાઈ, વજુભાઈ ટપુભાઈ, સંદિપસિંહ ઘનશ્યામસિંહ અને આશિષ જયંતીભાઈની ટીમ ખાનગી વાહનમાં પ્રોહિબિશન પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે સરોધી થાંભલા ફેક્ટરી નજીકથી પસાર થતી શંકાસ્પદ ટ્રક (DD-01-M-9235)ને રોકી તપાસ કરતાં અંદર દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

તપાસમાં ટ્રક ડ્રાઇવર ચન્દ્રશેખર રાજારામ યાદવ (રહે. કાંદિવલી, મુંબઈ)ની સંડોવણી બહાર આવી હતી. તેણે કબૂલ્યું કે, ટ્રકમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પાસેથી દારૂ સુરત પહોંચાડવા માટે ₹5,000 ભાડું નક્કી કર્યું હતું. પોલીસે એન્ડાળ રામબાબુ શાહ (વાપી) અને રામબહાદુર દિનેશ શાહ (દમણ)ની પણ ધરપકડ કરી છે. ટ્રકમાંથી 12 થેલામાં ભરેલી વિસ્કી અને બિયર મળી કુલ 312 બોટલો, કિંમત ₹1,38,912 તેમજ ₹7 લાખની ટ્રક સાથે કુલ ₹8,38,912નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande