
પોરબંદર, 16 માર્ચ (હિ.સ.)બગવદર પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ બે વ્યક્તિઓના મોબાઈલ ફોન મૂળ અરજદારને પરત કરવામાં આવ્યા હતા. બગવદર પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. આર.જી. ચડાસમા તથા પોલીસ સ્ટાફ દ્વારા મોબાઈલ ફોન શોધી કાઢવા ટીમો બનાવી ટેકનીકલ સ્ત્રોતના આધારે CEIR PORTEL વેબ સાઈટની મદદથી ટ્રેકીંગમા મૂકી આ પોર્ટલમાં સતત મોનિટરીંગ કરી ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવેલ છે જેમાં અરજદાર નિર્મલ લખુભાઈ ગોઢાણીયા અને લીલાભાઈ રાજાભાઈ કારાવદરાના મોબાઈલ શોધી પરત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya