
ગીર સોમનાથ, 16 માર્ચ (હિ.સ.) : આજ રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ખાતે સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી, અંબુજા ફાઉન્ડેશન અને અદાણી અંબુજા સિમેન્ટના સયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. અંબુજા ફાઉન્ડેશન દ્વારા ગ્રામ્ય મહિલાઓને સ્વ સહાય જૂથો બનાવી આર્થિક તેમજ સમજી ઉત્થાનની કામગીરી કરવામાં આવે છે. મહિલ સ્વ સહાય જૂથો સોરઠ મહિલ વિકાસ સહકારી મડળીની રચના કરાયેલ છે. જેમાં 18000 થી વધારે મહિલાઓ 1300 થી વધારે સ્વ સહાય જુથ દ્વારા જોડાયેલ છે. જેમાં મહિલા સશક્તિકરણ, આર્થિક સમસ્યાનું નિરાકરણ, સામાજિક બદલાવ, વિધવા સન્માન અને વ્યસન મુક્તિ ઉપર મુખ્યતવે કામ કરે છે.
મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલા આર્થિક રીતે સ્વનિર્ભર બને તે પ્રયાસથી સોરઠ મહિલા વિકાસ સહકારી મડળી, અંબુજા ફાઉન્ડેશન, અદાણી અંબુજા સિમેન્ટ થકી કરવામાં આવે છે. સેડી સસ્થા દ્વારા યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે. આ પહેલના ભાગરૂપે ૧૦ બહેનોને ઇ-રિક્ષા ચલાવવાની ૨ મહિનાની તાલીમ આપવામાં આવી અને એમને સાસ્થાન સહયોગથી ઇ-રિક્ષા ખરીદવા માટે પ્રેરાયા અને આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સીએમઓ, અંબુજા સિમેન્ટ, સંજયના વરદ હસ્તે ઇ-રિક્ષા લોકાર્પણ કરવામાં આવ્યું.
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત બહેનો ઇ-રિક્ષા ચલાવી આત્મનિર્ભર બનશે. જેનો મુખ્ય ઉદેશ મહિલાઓની અને વિધ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા છે.
આજરોજ આ કાર્યક્રમમાં ૧૫૦૦ થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં પધારેલા મહેમાનઓએ મહિલા સશક્તિકરણ, વ્યસન મુક્તિ, સ્વરોજગારી જેવા મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો અને સ્વ સહાય જૂથના બહેનો દ્વારા બનાવતી જુદી-જુદી વસ્તુઓના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સીએમઓ, અંબુજા સિમેન્ટ, સંજય વશિષ્ટ સાહેબ તથા ઉમાશંકર ચૌધરી સાહેબ, રાજુ દતા સાહેબ, દેવેન્દ્ર ચૌહાણ સાહેબ, ધાનબાઈમાં, વડનગર, દલસુખ વઘાસિયા સાહેબ, મોતીબેન ચાવડા, જયાબેન દાહિમાં, કેવિકે, અંબુજા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ