
સોમનાથ, 16 માર્ચ (હિ.સ.) ઉબા ખાતે ઓમનાથ મહાદેવના સાનિધ્યમા પ્રદેશ કારોબારી સભ્ય અને સોમનાથ જીલ્લાના પ્રભારી ભાવનાહિરપરાજી ના વિશેષ માર્ગદર્શન હેઠળ વેરાવળ શહેર તથા વેરાવળ ગ્રામ્ય મંડળના હોદ્દેદારો સાથે પરિચય બેઠક અને સંગઠનાત્મક ચર્ચા કરવામાં આવી તેમજ ટિફિન બેઠકનુ આયોજન કરવામા આવેલ.
આ અવસરે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહ પરમાર ,ભારતીય જનતા પાર્ટી સોમનાથ જિલ્લા પ્રમુખ સંજયપરમાર, મહામંત્રીઓ વિશાલ વોરા,અનિલ જેઠવા, વેરાવળ ગ્રામ્ય મંડલ પ્રભારી પ્રિતેશ ટાંક,વેરાવળ શહેર પ્રમુખ શૈલેષ મેસવાણીયા,વેરાવળ ગ્રામ્ય પ્રમુખ પ્રધ્યુમન ડોડીયા,મહામંત્રીઓ,વેરાવળ નગરપાલિકા પ્રમુખ પલ્લવી દવે, વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ નરેન્દ્ર ઝાલા,નગરપાલિકા સદસ્યઓ,જિલ્લા સદસ્યઓ,તાલુકા પંચાયત સદસ્યઓ અને હોદેદારઓ હાજર રહ્યા હતા...
આગામી કાર્યક્રમોના સુચારુ આયોજન અને સંગઠનને વધુ વેગવંતું બનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ...
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ