કુતિયાણા માલ- સમાન બાબતે બે પરિવાર વચ્ચે મારામારી.
પોરબંદર, 16 માર્ચ (હિ.સ.)કુતિયાણાના ચકલાપરા વિસ્તારમાં ઘરવખરીના માલસમાન રાખવાના મુદે બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી કુહાડી વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી આ અંગે દિનેશભાઈ હમીરભાઈ ચુડાસમાએ એવી ફરીયાદ નોંધાવી હતી.કે તેમની બાજુમા રહેતા રણજીતભાઈ પાછળ ભી
કુતિયાણા માલ- સમાન બાબતે બે પરિવાર વચ્ચે મારામારી.


પોરબંદર, 16 માર્ચ (હિ.સ.)કુતિયાણાના ચકલાપરા વિસ્તારમાં ઘરવખરીના માલસમાન રાખવાના મુદે બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી કુહાડી વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી આ અંગે દિનેશભાઈ હમીરભાઈ ચુડાસમાએ એવી ફરીયાદ નોંધાવી હતી.કે તેમની બાજુમા રહેતા રણજીતભાઈ પાછળ ભીમા આલા ડોડીયા કુહાડી લઇને દોડતા રણજીતભાઈ દિનેશભાઈના ઘર ઘુસી ગયા હતા તેમણે ભીમાભાઇને ઘર ઘુસવાની ના પાડતા ઉશ્કેરેયેલા ભીમાભાઈએ ઘરની બહાર પડેલા ચુલો લેવા જણાવ્યુ હતુ અને ત્યાર બાદ દિનેશભાઈ પર કુહાડી વડે હુમલો કરી અને ઈજા પહોંચાડી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી સામા પક્ષે ભીમાભાઈ આલાભાઈ ડોડીયાએ એવી ફરીયાદ નોંધાવી છે કે તેમના ઘર પાસે દિનેશભાઈ ઘર વખરીનો સામના રાખ્યો હોય તે સામાન રાખવાની ના પાડતા દિનેશભાઈ તારે જયા જવુ હોય ત્યાં જા તેમ કહી ભુંડી ગાળો આપી હતી ત્યાર બાદ જગા ચુડાસમા અને કેતન ચુડસમાએ ઢીકા પાટુ નો માર મારી પથ્થરના છુટા ઘા મારી ઇજા પહોંચાડી હતી કુતિયાણા પોલીસ બન્ને પક્ષની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande