જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ.
પોરબંદર, 16 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ સરકારી જમીનની માંગણી તેમજ ''મિશન લાઈફ'' અંતર્ગત ગ્રા
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ.


જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ.


જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર, 16 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ સરકારી જમીનની માંગણી તેમજ 'મિશન લાઈફ' અંતર્ગત ગ્રાન્ટની માંગણી જેવા મહત્વના વિષયો પર સક્રિયતા દાખવવા સૂચના આપી હતી. તેમણે જનહિતના પ્રશ્નો અને સરકારી યોજનાઓના અમલીકરણની સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.

વિશેષ કલેક્ટરએ આગામી 'માધવપુર મેળો-2026' ના ભવ્ય અને સુચારૂ આયોજન માટે અત્યારથી જ યુદ્ધના ધોરણે સજ્જ થઈ તમામ તૈયારીઓ આયોજનબદ્ધ રીતે કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરએ તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધી વહીવટી પ્રક્રિયાઓને વધુ ગતિશીલ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

બેઠક દરમિયાન મંત્રી, સાંસદ અને ધારાસભ્યઓ દ્વારા ઉપસ્થિત કરાયેલા પ્રશ્નોનું પ્રાથમિકતાપૂર્વક નિરાકરણ થાય તે દિશામાં ચર્ચા થઈ હતી. ઉપરાંત, આંતરિક સંકલનના પ્રશ્નો, એ.જી. ઓડિટના વાંધાઓનો નિકાલ, રેકોર્ડ ચકાસણી, તુમાર સેન્સસની માહિતી તથા કર્મચારીઓના પેન્શન કેસોની સમીક્ષા જેવા મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી,જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા, પોરબંદર મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર, ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande