બાબરા પોલીસના ગુનાઓમાં સંડોવાયેલા રાજકુમાર રાવત પર પાસા હેઠળ કાર્યવાહી, વડોદરા જેલ ખસેડાયો
અમરેલી, 17 માર્ચ (હિ.સ.) અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી રાજકુમાર રાવત સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સતત ચોરી, લૂંટફાટ અને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી સામે આવતા અમરેલી લોકલ ક્રાઈમ બ
બાબરા પોલીસના ગુનાઓમાં સંડોવાયેલા રાજકુમાર રાવત પર PASA હેઠળ કાર્યવાહી, વડોદરા જેલ ખસેડાયો


અમરેલી, 17 માર્ચ (હિ.સ.) અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી રાજકુમાર રાવત સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સતત ચોરી, લૂંટફાટ અને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી સામે આવતા અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા તેની વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રાજકુમાર રાવત વિસ્તારમાં વારંવાર ગુનાઓ આચરી સ્થાનિક નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાવી રહ્યો હતો. તેના વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્રએ કડક પગલાં લઈ તેને અટકાયત કરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ રાજકુમાર રાવતને જાહેર સલામતી અધિનિયમ (PASA) હેઠળ જેલભેગા કરવામાં આવ્યો છે અને તેને વડોદરા જેલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ તંત્રએ જણાવ્યું કે આવા ગુનેગારો સામે કડક કાર્યવાહીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે.

અમરેલી પોલીસ દ્વારા વધુમાં જણાવાયું છે કે ભવિષ્યમાં પણ આવા અસામાજિક તત્વો સામે સતત સખત પગલાં લેવામાં આવશે અને જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande