
પોરબંદર, 16 માર્ચ (હિ.સ.)રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. એન.એન.તળાવીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન આદિત્યાણા ગામ કાદા વિસ્તાર જાંબુવતીની ગુફા પાસેથી પસાર થતી એક શંકાસ્પદ બોલેરો ગાડી રોકી ચેક કરતા તેમાંથી દેશી દારૂ લીટર 640 મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ગાડીમાં રહેલા ભાયા વજાભાઈ ગુરગુટીયા અને પાલા ભલાભાઈ મોરીને ઝડપી પડ્યા હતા અને પૂછપરછ કરતા તેઓએ આ દારૂ કીશોર સાજણભાઈ ગુરગુટીયા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ત્રણે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી બોલેરો ગાડી, 640 લીટર દેશી દારૂ અને મોબાઈલ ફોન નંગ-02 ઝડપી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. એન.એન. તળાવીયા, પો.સબ.ઈન્સ. આર.વી. મોરી, વી.ડી.વાધેલા, પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, એસ.આર.કરંગીયા, પો.કોન્સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઈ, જયમલ સામતભાઈ, કુણાલસિંહ પ્રવિણસિંહ, કાના કારાભાઇ, માલદે ગીગાભાઇ, સંજય ધીરૂભાઈ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya