પોરબંદરમાં બે દિવસીય ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમનું યોજાઈ.
પોરબંદર, 16 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા પોરબંદરના સત્યનારયણ મંદીર હોલ ખાતે બે દિવસીય ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ બે દિવસીય તાલીમ દરમ્યાન તાલીમમાં સહભાગી મહિલાઓને ટોમેટો કેચપ, પાઈન
પોરબંદરમાં બે દિવસીય ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમનું યોજાઈ.


પોરબંદરમાં બે દિવસીય ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમનું યોજાઈ.


પોરબંદરમાં બે દિવસીય ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમનું યોજાઈ.


પોરબંદર, 16 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા પોરબંદરના સત્યનારયણ મંદીર હોલ ખાતે બે દિવસીય ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ બે દિવસીય તાલીમ દરમ્યાન તાલીમમાં સહભાગી મહિલાઓને ટોમેટો કેચપ, પાઈનેપલ સ્ક્વોશ, ખજુરના લાડું, કાચા પપૈયા ટુટીફુટી, સફરજન જામ, સ્ટ્રોબેરી સીરપ, કાચા કેળાની વેફર, ટોમેટો ચટણી વગેરે બનાવટો શીખવવામાં આવી હતી. તેમજ તાલીમના અંતે સહભાગી મહીલાઓને પ્રમાણપત્ર સહિત ફળ અને શાકભાજી પરીક્ષણ વાનગી બુકલેટ આપવામાં આવી હતી.

પોરબંદર જિલ્લાના નાયબ બાગાયત નિયામક દ્વારા તાલીમમા સહભાગી મહિલાઓને બાગાયત ખાતાની વિવિધ યોજના અંગે વિસ્તાર પુર્વકની સમજુતી આપીને જિલ્લાની અન્ય બહેનોને તાલીમ મેળવવા અપીલ કરવામાં આવી હતી. આ તાલીમ દ્વારા મહીલાઓ પોતે ગૃહઊદ્યોગ દ્વારા રોજગારીની તકો ઉભી કરી શકે તેમજ મહીલાઓ સ્વયંમ પોતે જ પગભર થઈ રોજગાર મેળવી પોતાની આગવી ઓળખ સમાજમાં સ્થાપીત કરી શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande