પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે આઇકોનિક રોડનું નિર્માણ કરાશે.
પોરબંદર, 16 માર્ચ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે અંદાજે બે કિલોમીટર લાંબો અને 1.90 મીટર પહોળો આઇકોનિક રોડ બનાવવાનું આયોજન કર
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે આઇકોનિક રોડનું નિર્માણ કરાશે.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે આઇકોનિક રોડનું નિર્માણ કરાશે.


પોરબંદર, 16 માર્ચ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે અંદાજે બે કિલોમીટર લાંબો અને 1.90 મીટર પહોળો આઇકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ નવી બનેલી મહાનગરપાલિકાઓમાં આધુનિક અને દીર્ઘદૃષ્ટિવાળું વિકાસ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના ભાગરૂપે પોરબંદર શહેરને એક આકર્ષક અને સુવિધાસભર માર્ગ મળવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારનો આઇકોનિક રોડ બનાવવાનો મુખ્ય હેતુ શહેરોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ બનાવવાનો, નાગરિકોને સુરક્ષિત અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થા પૂરી પાડવાનો, ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવાનો તથા શહેરની સૌંદર્યવૃદ્ધિ સાથે પર્યાવરણમિત્ર વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ દ્વારા શહેરમાં રોકાણ અને આર્થિક પ્રવૃત્તિમાં વધારો થાય, પ્રોપર્ટી વેલ્યુ વધે અને પ્રવાસનને પ્રોત્સાહન મળે તેવો સરકારનો અભિગમ છે.

પોરબંદર મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આઇકોનિક રોડની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ થશે. છાંયા વિસ્તારમાં બનનાર આ રોડમાં માર્ગના મધ્યમાં 0.60 મીટર પહોળો ડીવાઈડર બનાવવામાં આવશે, જેમાં ટ્રી પ્લાન્ટેશન સાથે 1.2 મીટર (4 થી 6 ફૂટ) ઊંચાઈના કદંબ, ગુલમહોર અને લીમડા જેવા વૃક્ષ રોપવામાં આવશે. બંને બાજુ 6.50 મીટર પહોળો મુખ્ય માર્ગ, 1.70 મીટર પાર્કિંગ જગ્યા અને 1.50 મીટર પહોળી ફૂટપાથની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી વાહનચાલકો અને પગપાળા ચાલનાર નાગરિકોને સુરક્ષિત અવરજવર મળી રહે. સ્ટ્રીટ ફર્નિચર તરીકે કેટાઈ, થર્મોપ્લાસ્ટર માર્કિંગ, બેંચ અને ડસ્ટબીન મુકવામાં આવશે. માર્ગ પર 10 મીટરના અંતરે કુલ 450 ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ સ્થાપિત કરવામાં આવશે તથા જરૂરિયાત મુજબ સાઈન બોર્ડ મુકવામાં આવશે. 12 અતિ આધુનિક બસ સ્ટેન્ડ ઉભા કરવામાં આવશે, 350 બેંચ અને ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત 32 ડસ્ટબીન તથા બોલાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. માર્ગ વચ્ચે રેલીંગ બનાવવામાં આવશે જેથી સલામતી વધુ મજબૂત બને. ઉપરાંત પાણી લાઈન, ગેસ લાઈન, ઇલેક્ટ્રિક અને કોમ્યુનિકેશન કેબલને અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે, જેથી માર્ગ પર પ્રદૂષણ ઘટાડાય અને લાંબા ગાળે જાળવણી ખર્ચ ઓછો રહે. રોડની બંને બાજુ સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવશે, જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને પાણી ભરાવાની સમસ્યા ટાળી શકાય. આ આઇકોનિક રોડ પૂર્ણ થતાં છાંયા વિસ્તારને નવી ઓળખ મળશે. નાગરિકોની સલામતીમાં વધારો થશે, ટ્રાફિક સુવ્યવસ્થિત બનશે, પ્રોપર્ટી રેવન્યુમાં વૃદ્ધિ થશે અને પ્રવાસીઓ માટે આ વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બનશે. પોરબંદર શહેરના વિકાસમાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande