પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા આઇટીઆઈ ખાતે મહિલાઓ માટે જાગૃતિ સેમીનાર યોજાયો
પોરબંદર, 16 માર્ચ (હિ.સ.) : મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા જિલ્લામાં મહિલા સશક્તિકરણના હેતુસર યુવા તાલીમાર્થીઓને સરકારની વિવિધ મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ તેમજ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ વિશે માહિતગાર થાય તે માટે જાગૃતિકરણ કાર્યક્રમન
પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા ITI ખાતે  જાગૃતિ સેમીનાર યોજાયો.


પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા ITI ખાતે  જાગૃતિ સેમીનાર યોજાયો.


પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા ITI ખાતે  જાગૃતિ સેમીનાર યોજાયો.


પોરબંદર, 16 માર્ચ (હિ.સ.) : મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા જિલ્લામાં મહિલા સશક્તિકરણના હેતુસર યુવા તાલીમાર્થીઓને સરકારની વિવિધ મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ તેમજ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ વિશે માહિતગાર થાય તે માટે જાગૃતિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) રાણાવાવ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) કુતિયાણા ખાતે સેમીનાર યોજાયો હતો.

સેમીનાર દરમિયાન “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW) ના સ્ટાફ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને વહાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત “સખી” વન સ્ટોપ સેન્ટર (OSC), પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર (PSBSC) તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા, તાત્કાલિક સહાય તથા ફરિયાદ નિવારણ માટેની વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા રોજગાર કચેરી રાજકોટના ઓવરસીઝ કાઉન્સેલર દ્વારા ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને વિદેશમાં રોજગારીની તકો તેમજ ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા રોજગાર કચેરી પોરબંદરના સ્ટાફ દ્વારા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ રોજગારીની તકો અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપતા પેમ્ફલેટ્સ તથા ICE (Information, Education and Communication) મટીરીયલનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ITI રાણાવાવ અને ITI કુતિયાણા ના સ્ટાફ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande