ચાણસ્મા ખાતે વિશાળ બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા
- નર્મદા નદીનું પાણી કચ્છ સુધી પહોંચાડવાના ઐતિહાસિક કાર્યનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે: જગદીશ વિશ્વકર્મા - કોંગ્રેસ પાસે ન તો વિઝન છે, ન તો વિઝનરી નેતા :જગદીશ વિશ્વકર્મા અમદાવાદ, 16 માર્ચ (હિ.સ.) ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર
ચાણસ્મા ખાતે વિશાળ બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા


ચાણસ્મા ખાતે વિશાળ બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા


- નર્મદા નદીનું પાણી કચ્છ સુધી પહોંચાડવાના ઐતિહાસિક કાર્યનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે: જગદીશ વિશ્વકર્મા

- કોંગ્રેસ પાસે ન તો વિઝન છે, ન તો વિઝનરી નેતા :જગદીશ વિશ્વકર્મા

અમદાવાદ, 16 માર્ચ (હિ.સ.) ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પાટણ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત ચાણસ્મા ખાતે વિશાળ બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું હતું. આ પૂર્વે ચાણસ્મા વિધાનસભાના બુથ નં.207ના પ્રમુખ ઇશ્વરજી ઠાકોરના નિવાસસ્થાને ચા- નાસ્તો કર્યો હતો તેમજ ચાણસ્મા શહેર ખાતેશ્રી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પિંપળેશ્વર મંદિર તથા ગોગા મહારાજ મંદિરે દર્શન કર્યા હતાં.

બુથ કાર્યકર્તા સંમેલનમાં સંબોધન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પાટણની ધરતી ઐતિહાસિક અને પવિત્ર ધરતી છે. દેશભરમાં આજે પણ તિજોરી માટે ચાણસ્માનું નામ ગૌરવપૂર્વક લેવામાં આવે છે. વર્ષો સુધી ચાણસ્મા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને ઉત્તર ગુજરાતમાં તેનું આગવું સ્થાન છે. છેલ્લા બે દાયકામાં આ વિસ્તારમાં વિકાસના અનેક કાર્યો થયા છે અને નાગરિકોએ વિકાસને પોતાની આંખે જોયો છે. જે વિસ્તારમાં પાણીના સ્તર ઊંડા ગયા હતા ત્યાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી નર્મદાના નીર પહોંચ્યા છે, જેનાથી ખેડૂતો અને પશુપાલકો સુખી થયા છે. આજે નર્મદા નદીનું પાણી કચ્છ સુધી પહોંચાડવાનું ઐતિહાસિક કાર્ય થયું છે, જેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, વિસ્તારમાં પાણીની સમસ્યાના કારણે ચાણસ્માની પ્રજાએ વર્ષો પહેલા માઇગ્રેશન કરવું પડતું હતું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શાસન સંભાળ્યા પછી વિકાસની નવી દિશા આપી. કોંગ્રેસે વર્ષો સુધી નર્મદા ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી ન હતી, જેના કારણે લાખો ગેલન પાણી વહી જતું હતું. પરંતુ વડાપ્રધાન બનતાની સાથે જ માત્ર 17 દિવસમાં નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી. ત્યારબાદ આનંદી પટેલના મુખ્યમંત્રીકાળ દરમિયાન દરવાજા લગાવવાની કામગીરી શરૂ થઈ અને જે પાણી પહેલા વહી જતું હતું તે આજે ખેડૂતોના ખેતરો સુધી પહોંચી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે, સમી-સાંતલપુરના જે ખેડૂતો અગાઉ એક જ પાક લેતા હતા તેઓ આજે બેથી વધુ પાક લઈ આર્થિક રીતે સદ્ધર બન્યા છે. પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોના પાકના વેચાણની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમૂલને સોંપી છે. વધુમાં, સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકારી મંડળીઓમાં પેટ્રોલ પંપ અને ગેસ વિતરણ જેવી 22 થી વધુ પ્રવૃત્તિઓ શરૂ કરી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપ્યો છે.

ભાજપ સરકારના વિકાસ કાર્યોની યાદી આપતા તેમણે જણાવ્યું કે સરદાર સરોવરથી કચ્છ સુધી પાણી પહોંચાડવું, પીવાના પાણીની લાઇનો નાખવી, સોસાયટીઓમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ, અંડરગ્રાઉન્ડ કેબલ, ગટર લાઇન, ફોરલેન રસ્તા, શાળાઓમાં સુધારા, પાણીની ટાંકીઓ, 11 મોડલ સ્કૂલો, ગામે ગામ રસ્તા, સમી-શંખેશ્વર વચ્ચે નવા બ્રિજનું નિર્માણ, લોકેશ્વર મહાદેવ ખાતે પ્રવાસન નિગમ દ્વારા વિકાસકાર્યો તેમજ 25 નવી શાળાઓને મંજૂરી જેવા અનેક કાર્યો ભાજપ સરકાર દ્વારા થયા છે. કોંગ્રેસે 60 વર્ષ સુધી રાજ કર્યું છતાં આવા વિકાસ કાર્યો કરી શકી નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે વર્ષો સુધી માત્ર વચનો આપ્યા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘર-ઘર શૌચાલય બનાવ્યા, ગરીબોને પાકા મકાનો આપ્યા, કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોને સહાય આપી અને ગરીબોને મફત અનાજ આપ્યું. કોંગ્રેસના સમયમાં મહિલાઓને પાણી લેવા માટે બહાર જવું પડતું હતું. આજે કોંગ્રેસના નેતાઓ ગેસના સિલિન્ડરને લઈને રાજકારણ કરે છે, પરંતુ નહેરુ અને ઇન્દિરા ગાંધીના સમયમાં ગેસ કનેક્શન આપવાનો વિચાર પણ તેમને કેમ ન આવ્યો તે પ્રશ્ન તેમણે ઉઠાવ્યો.

વિશ્વકર્માએ જણાવ્યું કે જ્યારે સરકારે જનધન યોજના દ્વારા બેંક ખાતા ખોલાવવાની શરૂઆત કરી ત્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ નાણામંત્રી શંકા વ્યક્ત કરતા હતા કે ગામડાના લોકોને મોબાઇલ અને બેંક ખાતાનો ઉપયોગ આવડશે નહીં. પરંતુ આજે દેશમાં લગભગ દરેક વ્યક્તિ પાસે બેંક ખાતું છે. રાજીવ ગાંધી કહેતા હતા કે સરકાર મોકલે તેમાંથી માત્ર 15 પૈસા જનતા સુધી પહોંચે છે, જ્યારે આજે મોદી સરકારે સીધી લાભાર્થીના ખાતામાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાસે ન તો વિઝન છે, ન તો વિઝનરી નેતા. તેમણે પ્રશ્ન કર્યો કે 60 વર્ષના શાસનમાં કોંગ્રેસને ગરીબ માતા-બહેનો માટે શૌચાલય, ગેસ કનેક્શન કે પાકા ઘર બનાવવાનો વિચાર કેમ ન આવ્યો? ભાજપ સરકારે કિસાન સન્માન નિધિ, મફત અનાજ અને સીધા બેંક ખાતામાં સહાય પહોંચાડી ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો છે. કોંગ્રેસ માત્ર વિરોધ કરવાની રાજનીતિ કરે છે જ્યારે ભાજપ વિકાસની રાજનીતિ કરે છે. ભાજપનો કાર્યકર્તા માત્ર ચૂંટણી વખતે જ કાર્ય નથી કરતો, પરંતુ વર્ષભર લોકોની વચ્ચે રહી સેવા કરે છે. હાલના કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો ઉઠાવતા નથી.

આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચાણસ્માની પ્રજા કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે તેવો તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા વિશ્વકર્માએ કહ્યું કે, રાહુલ ગાંધી ગમે તેટલી બુમો પાડે, સંસદ બહાર દેખાવો કરે, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગેસ સિલિન્ડરનું સંકટ નહીં આવવા દે. ખેડૂતોની આવક બમણી કરવાની વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતા છે અને મોદી સરકાર ખેડૂતોની આવક વધે તે માટે સતત કાર્ય કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. વિદેશની ધરતી પર સૌથી વધુ સન્માન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. દેશની 140 કરોડ જનતાનો વિશ્વાસ મોદી સરકાર પર છે, જ્યારે કોંગ્રેસ આજે ધૃતરાષ્ટ્ર જેવી સ્થિતિમાં આંખે પાટા બાંધીને બેઠી છે. આવનારી તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં દરેક ભાજપાના કાર્યકર્તાને ચોકીદાર બની કોઈ વ્યક્તિ પ્રજાને ભરમાવી ન શકે તે સુનિશ્ચિત કરવા આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી તથા ઉત્તર ઝોનના પ્રભારી અજય બ્રહ્મભટ્ટ, પાટણ જિલ્લા ભાજપા પ્રમુખ રમેશ સિંધવ, પ્રભારી સત્યેન કુલાબકર, રાધનપુરના ધારાસભ્ય વીંગજી ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર સહિત ભાજપા આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande