બનાસકાંઠા એલસીબીનો મોટો પર્દાફાશ: 17 વાહન ચોરીના ગુનાઓ ઉકેલાયા, 3 આરોપી ઝડપાયા
મહેસાણા, 16 માર્ચ (હિ.સ.) : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) પોલીસને મોટી સફળતા મળી છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ચોરી થયેલા વાહનોના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કુલ ૧૭ વાહન ચોરીના ગ
બનાસકાંઠા એલસીબીનો મોટો પર્દાફાશ – ૩ આરોપી ઝડપાયા, ૧૭ વાહન ચોરીના ગુનાઓ ઉકેલાયા


મહેસાણા, 16 માર્ચ (હિ.સ.) : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) પોલીસને મોટી સફળતા મળી છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ચોરી થયેલા વાહનોના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કુલ ૧૭ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલ કુલ ૧૦ મોટરસાયકલ તેમજ એક ફોર વ્હીલર બોલેરો ગાડી કબજે કરી છે. મળતી માહિતી મુજબ આરોપીઓ લાંબા સમયથી અલગ-અલગ જિલ્લાઓમાં વાહન ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા. પોલીસને ગુપ્ત બાતમીના આધારે તપાસ હાથ ધરતા આ આરોપીઓ સુધી પહોંચી શકાઈ હતી.

એલ.સી.બી. પાલનપુરની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને ઝડપી પાડી તેમની પૂછપરછ કરતાં અનેક વાહન ચોરીના બનાવો સામે આવ્યા છે. આરોપીઓ ચોરી કરેલ વાહનોને અલગ વિસ્તારોમાં વેચી દેતા અથવા ઉપયોગમાં લેતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૧૧ વાહનો જપ્ત કર્યા છે અને અન્ય ચોરીના બનાવો અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરી બદલ પાલનપુર એલ.સી.બી. ટીમની કામગીરીને પ્રશંસા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande