પોરબંદરના ખાપટ વિસ્તારમાં તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરાયુ
પોરબંદર, 16 માર્ચ (હિ.સ.) : પોરબંદર શહેર અને જીલ્લા સરકારી જમીન પર થયેલા દબાણો દુર કરવા માટે તંત્ર મેદાને આવતા દબાણ કર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં સરકારી જમીન પર ખેતી અને બાંધકામ કરનારને ત્યાં તંત્ર બુલડોઝર લઇને
પોરબંદરના ખાપટ વિસ્તારમાં તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરાયુ.


પોરબંદરના ખાપટ વિસ્તારમાં તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરાયુ.


પોરબંદરના ખાપટ વિસ્તારમાં તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરાયુ.


પોરબંદરના ખાપટ વિસ્તારમાં તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરાયુ.


પોરબંદર, 16 માર્ચ (હિ.સ.) : પોરબંદર શહેર અને જીલ્લા સરકારી જમીન પર થયેલા દબાણો દુર કરવા માટે તંત્ર મેદાને આવતા દબાણ કર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં સરકારી જમીન પર ખેતી અને બાંધકામ કરનારને ત્યાં તંત્ર બુલડોઝર લઇને પહોંચતા દબાણકર્તાઅઓ 10 દિવસમા સ્વૈરછીક દબાણ કરશે તેવી ખાત્રી આપતા તંત્ર દ્રારા મુદત આપવામા આવી છે.

પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં સર્વનં-416મા દબાણ કરવામા આવ્યુ હતુ. વારંવાર નોટીશ આપવા છતા દબાણ દુર નહિં થતા સીટી મામલતદાર ભરતભાઈ સંચાણીયા પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર લઈ અને દબાણ દુર કરવા પહોચ્યા હતા. મામલતદાર સંચાણીયાના જણાવ્યા અનુસાર સરકારી સર્વે નં-416 પર 2700 ચો.મી ખેતીની જમીન પર દબાણ કરી અને બાજરો અને ઘઉની વાવેતર કરી દીધુ હતુ તેમજ 1000 ચો.મી રહેણાંક માટે બાંધકા કરી લેવામા આવ્યા હતા. બન્ને કિંમત અંદાજે રૂ. 8 કરોડ જેવી થવા જાય છે. હાલ આસામીઓએ આગામી 10 દિવસમા સ્વૈરછીક બાંધકામ દુર કરવાની ખાતરી આપતા હાલ ડિમોલીશન મુલતવી રાખવામા આવ્યુ છે .જયારે રસ્તા પરના ઝાડી ઝાખરા દુર કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી આ સ્થળ પર પાકા બાંધકામો કરવામા આવ્યા છે તે પણ સ્વૈરછીક દબાણ દુર કરવાની ખાતરી આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande