સરદાર કોંગ્રેસ ભવન મહેસાણા ખાતે શહેર કોંગ્રેસ સમિતિની ચૂંટણીલક્ષી કારોબારી બેઠક યોજાઈ
મહેસાણા, 16 માર્ચ (હિ.સ.) મહેસાણા શહેરના સરદાર કોંગ્રેસ ભવન ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણીલક્ષી કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ બેઠકમાં પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર
સરદાર કોંગ્રેસ ભવન મહેસાણા ખાતે શહેર કોંગ્રેસ સમિતિની ચૂંટણીલક્ષી કારોબારી બેઠક યોજાઈ


મહેસાણા, 16 માર્ચ (હિ.સ.) મહેસાણા શહેરના સરદાર કોંગ્રેસ ભવન ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણીલક્ષી કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ બેઠકમાં પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન સંગઠનને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શહેરના વિવિધ વોર્ડોમાં પાર્ટીની કામગીરીને વધુ સક્રિય બનાવવા, કાર્યકરો સાથે સંકલન વધારવા તેમજ મતદારો સુધી પાર્ટીની વિચારધારા અને કાર્યક્રમોને પહોંચાડવા માટે આયોજન અંગે ચર્ચા થઈ હતી.

આ ઉપરાંત આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર કાર્યક્રમો, સભાઓ અને જનસંપર્ક અભિયાન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગેવાનો દ્વારા કાર્યકરોને સંગઠનને મજબૂત બનાવી એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન સ્થાનિક પ્રશ્નો, શહેરના વિકાસ મુદ્દાઓ તેમજ જનહિતના પ્રશ્નોને પણ ચર્ચા કરવામાં આવ્યા હતા. શહેર કોંગ્રેસ સમિતિના હોદેદારો અને કાર્યકરોએ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક રીતે સક્રિય બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande