
ગીર સોમનાથ, 16 માર્ચ (હિ.સ.) : જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા. ૧૮/૦૩/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ.- (દેલવાડા) ઉના ખાતે રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માઈક્રોન ટેકનોલોજી ( સેમી ક્ંડકટર) સાણંદ તેમજ દેવ એન્ટરપ્રાઇઝ- કચ્છ (બીકેટી ભુજ)ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
આ રોજગાર મેળામાં વિવિધ લાયકાત અને અલગ -અલગ જગ્યાઓ માટે આઈ.ટી.આઈ. ( ટેકનિકલ ટ્રેડ) ડિપ્લોમા (ટેકનિકલ), બી.એ. તેમજ બી.કોમ ભાઈઓ ૧૮ વર્ષ થી ૩૫ વર્ષ સુધીના રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ઉમેદવારો આ મેળામાં ભાગ લે એવી રોજગાર કચેરીની એક યાદીમાં જણાવાયું છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ