
પોરબંદર, 16 માર્ચ (હિ.સ.) : જેસીઆઈ પોરબંદર દ્વારા સમયાંતરે જુદા જુદા પ્રકારના કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે, તેના ભાગરૂપે 22મી માર્ચ રવિવારે હેલ્ધી બેબી કોમ્પીટીશનનુ આયોજન કરવામાં આવ્યું છે. જેસીઆઈ પોરબંદર દ્વારા 1થી3 વર્ષ અને 3થી5 વર્ષના બાળકો એમ બે વિભાગમાં હેલ્ધી બેબી, ફેન્સી બેબી, ક્યૂટ બેબી, બ્યુટીફૂલ આંખ અને બ્યુટીફૂલ હેર આમ પાંચ કેટેગરીમાં સ્પર્ધા યોજાશે. તેમાં 60 જેટલા એવોર્ડથી બાળકોને સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને સ્યોર ગિફ્ટ આપવામાં આવશે.
આ સ્પર્ધામાં દરેક બાળકને પીડિયાટ્રિક ડોક્ટર, આંખના સર્જન, ડેન્ટલ સર્જન, સ્કિન સ્પેશિયાલિસ્ટ જેવા નિષ્ણાત ડોક્ટરો દરેક સ્પર્ધક બાળકનું તબીબી પરીક્ષણ કરી સ્પર્ધાના નિર્ણાયક તરીકે નિર્ણય જાહેર કરશે. જેસીઆઈ પોરબંદર દ્વારા આયોજિત હેલ્ધી બેબી કોમ્પિટિશનનું રજિસ્ટ્રેશન ખાખચોકમાં આવેલ શરણમ ઇલેક્ટ્રોનિક, છાયાચોકી રોડ ઉપર આવેલ શ્રીજી વોચ અને માર્કેટિંગ યાર્ડ રોકડીયા હનુમાન મંદિર સામે આવેલ આયુષ ટ્રેડર્ષ અને એમ.જી.રોડ ઉપર આવેલ સ્નેહ કાફે ખાતે નોંધાવી શકશે.
હેલ્ધી બેબી કોમ્પિટિશન 22/3/2026 રવિવારે નટવરસિંહ કલબ પાસે આવેલ તાજાવાલા હોલ ખાતે યોજાશે, વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી લેવાનું ચાલુ છે જેથી તમામ વાલીઓએ તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવી લેવા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ પ્રતીક લાખાણી, સેક્રેટરી વિવેક લાખાણી, સેક્રેટરી પ્રોજેકટ ચેરમેન અર્જુન કોટેચા, કો.ચેરમેન વિશાલ લાખાણી, અક્ષય રાયચુરા, તુષાર એરડાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વધુ વિગત માટે 8884443111 મોબાઈલ નંબર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya