અમરેલીના વિજપડી ખાતે હિન્દુ મહાસંમેલન યોજાયું, ભક્તિબાપૂના હસ્તે દીપ પ્રાગટ્ય અને સન્માન
અમરેલી, 16 માર્ચ (હિ.સ.) : સાવરકુંડલા તાલુકાના વિજપડી ખાતે મંડળ દ્વારા ભવ્ય હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભક્તિબાપૂના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધાર
વિજપડી ખાતે હિન્દુ મહાસંમેલન યોજાયું, પૂ. ભક્તિબાપૂના હસ્તે દીપ પ્રાગટ્ય અને સન્માન


અમરેલી, 16 માર્ચ (હિ.સ.) : સાવરકુંડલા તાલુકાના વિજપડી ખાતે મંડળ દ્વારા ભવ્ય હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભક્તિબાપૂના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધાર્મિક આગેવાનો, કાર્યકરો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન પૂજ્ય ભક્તિબાપૂનું તિલક, ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભક્તિબાપૂનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિબાપૂએ પોતાના પ્રવચનમાં હિન્દુ સમાજની એકતા, સંસ્કૃતિના સંરક્ષણ અને સમાજમાં સકારાત્મક મૂલ્યોના પ્રસાર અંગે માર્ગદર્શન આપ્યું હતું.

મહાસંમેલન દરમિયાન હિન્દુ સમાજના વિવિધ મુદ્દાઓ, સંસ્કાર, યુવાનોમાં ધાર્મિક જાગૃતિ અને સમાજ વિકાસ જેવા વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો દ્વારા સમાજને સંગઠિત રાખવા તથા સંસ્કૃતિ જાળવવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમનું આયોજન વિજપડી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે ઉપસ્થિત સૌએ હિન્દુ સમાજની એકતા અને પ્રગતિ માટે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande