વાપીમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
વલસાડ, 16 માર્ચ (હિ.સ.) : વલસાડની મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વાપીની ઉપાસના સ્કૂલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉત્સાહપૂર્વક જોડાઈ હતી. આ કાર્યક્રમ દક્ષિણ ગુ
Valsad


વલસાડ, 16 માર્ચ (હિ.સ.) : વલસાડની મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વાપીની ઉપાસના સ્કૂલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉત્સાહપૂર્વક જોડાઈ હતી.

આ કાર્યક્રમ દક્ષિણ ગુજરાત રાજ્ય પ્રભારી તનુજા આર્યાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં મતી રશ્મિકા મહેતા (એડવોકેટ અને નોટરી) તથા ડૉ. તમન્ના વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય કાર્યકારિણી સભ્ય શીલા વશી તથા રાજ્ય સંવાદ પ્રભારી પુષ્પા સાગઠિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરતથી રાજ્ય કાર્યકારિણી સભ્ય સુરેશભાઈ ગાબાણી, પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી રાજુભાઈ ભાલાણી, ભારત સ્વાભિમાન ટ્રસ્ટના પ્રમુખ કમલેશ પત્રકાર તથા ખેડૂત સેવા સમિતિના પ્રમુખ સંદીપભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના મુખ્ય આયોજકો તરીકે મહિલા પતંજલિ યોગ સમિતિની જિલ્લા પ્રભારી મીના તોલાણી, જિલ્લા મહામંત્રી દક્ષા રાઠોડ તથા જિલ્લા સંગઠન મંત્રી શીતલ ત્રિગોત્રા સહિત તમામ પદાધિકારીઓ અને બહેનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી. કાર્યક્રમ દરમિયાન યોગાભ્યાસ, પ્રેરણાદાયક વિચારો તેમજ મહિલા સશક્તિકરણ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. તમામના સહકાર અને સક્રિય ભાગીદારીથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande