જામનગરમાં પરિણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગર, 16 માર્ચ (હિ.સ.) : જામનગરમાં ભીમવાસ-2 મેઇનચોક વિસ્તારમાં રહેતી સખીનાબેન અશરફભાઈ ગેરા નામની 40 વર્ષની મુસ્લિમ પરિણીતાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર બાથરૂમના એંગલમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે પરિવ
મોત


જામનગર, 16 માર્ચ (હિ.સ.) : જામનગરમાં ભીમવાસ-2 મેઇનચોક વિસ્તારમાં રહેતી સખીનાબેન અશરફભાઈ ગેરા નામની 40 વર્ષની મુસ્લિમ પરિણીતાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર બાથરૂમના એંગલમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ અંગે પરિવારને જાણ થતાં તેઓએ તરત જ 108 ની ટુકડીને ઘરે બોલાવી લીધી હતી, જે ટીમે ઘરે પહોંચીને ચેક કરતાં સખીનાબેનનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પરિવારના કુલસુમબેન કાસમભાઇએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને સખીનાબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે આ બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande