જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જળ સંચય જન ભાગીદારી અંગે બેઠક યોજાઈ.
પોરબંદર, 16 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય જન ભાગીદારી - 2.0 ના અસરકારક અમલીકરણ માટે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટરએ બ
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે  જળ સંચય જન ભાગીદારી  અંગે બેઠક યોજાઈ.


જિલ્લા કલેક્ટર કચેરી ખાતે  જળ સંચય જન ભાગીદારી  અંગે બેઠક યોજાઈ.


પોરબંદર, 16 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય જન ભાગીદારી - 2.0 ના અસરકારક અમલીકરણ માટે એક મહત્વની બેઠક યોજાઈ હતી.

જેમાં જિલ્લા કલેક્ટરએ બેઠકમાં યોજના હેઠળ સમાવિષ્ટ કામોનું વિગતો મેળવી હતી અને કામોના આયોજન ત્વરિત મોકલી આપવા સૂચના આપવામાં આવી હતી. તેમજ જળ સંચયના આ અભિયાન દ્વારા જિલ્લામાં પાણીના સ્તર ઊંચા લાવવા અને લોકભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠક દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વન વિભાગ, મહાનગરપાલિકા, નગરપાલિકા, પાણી પુરવઠા અને ક્ષાર અંકુશ સહિતના વિવિધ વિભાગો દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ કામો તેમજ આગામી આયોજન અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, સિંચાઈ વિભાગ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande