
મહેસાણા, 16 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા નવનિયુક્ત હોદેદારોની યાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈના માર્ગદર્શન હેઠળ પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી વિવિધ હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે આમંત્રિત સભ્યોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈએ જાહેર કરેલી યાદીમાં જિલ્લાના વિવિધ વિસ્તારોના કાર્યકરોને સંગઠનના જુદા જુદા હોદ્દાઓ પર સ્થાન આપવામાં આવ્યું છે. પાર્ટીમાં લાંબા સમયથી કાર્યરત તેમજ સંગઠન માટે સક્રિય રીતે કાર્ય કરનાર કાર્યકરોને પ્રાથમિકતા આપીને આ નિમણૂકો કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
ભાજપ સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા માટે આ નવી ટીમ આગામી સમયમાં વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો, સભાઓ અને જનસંપર્ક અભિયાનોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જિલ્લા પ્રમુખ ગિરીશભાઈએ તમામ નવનિયુક્ત હોદેદારોને શુભેચ્છા પાઠવી અને પાર્ટીની વિચારધારાને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્ય કરવા અપીલ કરી હતી.
આ નવી યાદી જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આગલા સમયમાં સંગઠન વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR