પોરબંદરમાં 'પી.એમ.કિસાન ઉત્સવ દિવસ' તથા 'મિલેટ મહોત્સવ'ની ઉજવણી થઈ
પોરબંદર, 16 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસ'' ઉજવણી તથા ''મિલેટ મેળા અંતર્ગત ખાપટ સ્થિત એગ્રીકલ્ચર કોલેજના ઓડિટોરિયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખેડૂતો દ્વારા વડા
પોરબંદરમાં 'પી.એમ.કિસાન ઉત્સવ દિવસ' તથા 'મિલેટ મહોત્સવ'ની ઉજવણી થઈ.


પોરબંદરમાં 'પી.એમ.કિસાન ઉત્સવ દિવસ' તથા 'મિલેટ મહોત્સવ'ની ઉજવણી થઈ.


પોરબંદરમાં 'પી.એમ.કિસાન ઉત્સવ દિવસ' તથા 'મિલેટ મહોત્સવ'ની ઉજવણી થઈ.


પોરબંદર, 16 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસ' ઉજવણી તથા 'મિલેટ મેળા અંતર્ગત ખાપટ સ્થિત એગ્રીકલ્ચર કોલેજના ઓડિટોરિયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારા આસામના ગુવાહાટીથી 'પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાના વિતરણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે ખેતી માત્ર વ્યવસાય નથી, પરંતુ એક સ્વતંત્ર ઉદ્યોગ છે. તેમણે ખેડૂતોને આધુનિક મેનેજમેન્ટ પદ્ધતિઓ અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે અન્ય ઉદ્યોગોમાં હરીફાઈનું જોખમ હોય છે, જ્યારે ખેતીમાં આવી હરીફાઈ ઓછી હોય છે, તેથી ખેતી શ્રેષ્ઠ વ્યવસાય બની શકે છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ખેતીના ખર્ચમાં ઘટાડો કરવા માટે રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગને ટાળી ‘પ્રાકૃતિક ખેતી’ અપનાવવી જરૂરી છે, જેના દ્વારા ખેડૂતો આશરે 70 ટકા જેટલો ખર્ચ બચાવી શકે છે. તેમણે ખેડૂતોને પાયાની સુવિધાઓના વિકાસ માટે વ્યાજમુક્ત ધિરાણ અને વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. અને આ કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા ખેડૂતોને વિવિધ પાકોના સારા ઉત્પાદન મેળવવા અંગે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. અને

ખેડૂતોને પ્રાકૃતિક અને ઝેરમુક્ત ખેતી અપનાવી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. ત્રિવેદી, એગ્રીકલ્ચર કોલેજના અધિકારીઓ અને સ્ટાફ સહિતના બહોળી સંખ્યામાં ખેડૂતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રેરણાદાયી સંબોધન જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande