



પોરબંદર, 16 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે પોરબંદર જિલ્લા ભાજપના પ્રભારી ડો વિમલભાઈ કગથરાની વિશેષ ઉપસ્થિતિમાં અને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી ની આગેવાની હેઠળ પોરબંદર ભાજપ પરિવારના સભ્યોની ટિફિન બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પક્ષ દ્વારા આવનાર , દિવસો માં કરવામાં આવનાર કાર્યક્રમો અને મહાનગરપાલિકા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ની ચૂંટણી ની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ સૌ પોતપોતાના ટિફિન સાથે લઈને આવેલ હતા અને એકસાથે બેસીને ભોજન લીધું હતું. આ પરંપરા ભાજપની 'પરિવાર ભાવના’ અને અતૂટ સંગઠન શક્તિનું પ્રતીક હોવાનું જણાવ્યું હતું. આ ટિફિન બેઠકમાં પોરબંદર જિલ્લા ભાજપના પ્રભારી ડો. વિમલભાઈ કગથરા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા, રાજેશભાઈ કરગટિયા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સિનિયર આગેવાનો રાજશીભાઈ પરમાર, વિરમભાઇ કારાવદરા, રામદેવભાઈ મોઢવાડીયા, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya