અમરસન્સ પરિવારના સુવિધિબાઈ મહાસતીજીએ માંડવી તાલુકાના બિદડા ગામે સંથારો (અનશન વ્રત) આદરેલ
ભુજ/ગાંધીનગર, 16 માર્ચ (હિ.સ.) : જૈન ધર્મમાં સંથારો એ મુખ્યત્વે સંસાર અને સંયમની સમસ્ત ઇચ્છાઓ, વાસના, તૃષ્ણા, સંપતિ, વ્યક્તિઓ આદીનો, અન્નજળ ત્યાગ કરી સ્વેછાએ આનંદથી મૃત્યુને આમંત્રિત કરવાની ધાર્મિક પ્રક્રિયા છે. જૈન સમાજના દિલેર દાતા અમરસન્સ પરિવા
અનશન વ્રત


ભુજ/ગાંધીનગર, 16 માર્ચ (હિ.સ.) : જૈન ધર્મમાં સંથારો એ મુખ્યત્વે સંસાર અને સંયમની સમસ્ત ઇચ્છાઓ, વાસના, તૃષ્ણા, સંપતિ, વ્યક્તિઓ આદીનો, અન્નજળ ત્યાગ કરી સ્વેછાએ આનંદથી મૃત્યુને આમંત્રિત કરવાની ધાર્મિક પ્રક્રિયા છે.

જૈન સમાજના દિલેર દાતા અમરસન્સ પરિવારના મોભી સંસારી નામ ઝવેરબેન ડુંગરશી વોરા.યથા નામ યથા ગુણ આ પંક્તિ ને સાર્થક કરી ને ઝવેરાત સમા ઝળહળતા ઝવેરબેન પિતા અનશન આરાધક માલશી સ્વામી,(કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાય) પતિદેવ અનશન આરાધક ડુંગરશીભાઈ વોરા. પિતા અને પતિના પગલે ચાલનારા આ ઝવેરબેન પાછીપાની કરે ?

ના ના ન કરે કારણ ધર્મ ના સંસ્કારો લઈ ને આ જગત પર આવ્યા છે.

હીરા મુખ સે ના કહે લાખ હમારા મુલ. એમના પુન્ય પગલે ઘર માં પણ ખૂબ જ સુખ સાહેબી હતી. પણ ધર્મ ને સમજેલા હતા તેથી દુનિયા કે જગત ના રંગરાગ માં ન ફસાતા આદ્યાત્મ જ્યોત ને પ્રજ્વલિત કરવા પ્રથમ શ્રાવિકા પણું સ્વીકાર્યું અને એક દિવસ આયંબિલ અને એક દિવસ એકાસણું સાથે રાત્રી પૌષધ તો ખરું જ. પતિ શ્રાવકજી ને ધર્મ ના મર્મ થી સમજાવી સંથારા ના ભાવ કરાવી ને એમને પણ સદગતિ અપાવી.સાથે નાના દિકરા સ્વ. નિમેષભાઈ ની સંપૂર્ણ જવાબદારી પણ સાંભળી.

જેવા નિમેષભાઈ આ ફાની દુનિયા છોડી પરલોક સિધાવ્યા અને પુત્ર જવાબદારી થી મુક્ત થયા કે તેમને ૧૦ વર્ષ પહેલા કેન્સર નું નિદાન થતા અને ઉપચાર કરતા પુણ્યોદયે સારૂ થઈ ગયું. મન થી ત્યારે જ સંકલ્પ કર્યું કે ભલે અલ્પ સમય પણ સંયમ અવશ્ય લેવું જ છે.

મોટા દિકરા મનીષભાઈ અને પુત્રવધુ ખીલતીબેન ને બોલાવી ને કહયુ કે આ સંસાર ની ભૌતિક સુવિધા બની જશે.

ભવ ભ્રમણ રૂપ દુવિધાનથી જોઈતી આ ભવ ભ્રમણ રૂપ દુવિધામને તો જોઈએ છે હવે સાશ્વત સુવિધિ સુવિધા. હવે મને આ અસાર સંસારમાં કોઈ રસ નથી હવે મને સંયમ માર્ગે જવાની ખુશી થી અનુમતિ આપો. માતાના વચનો સાંભળીને એક વખત તો મનીષભાઈનું મસ્તક જાણે શૂન્યાવકાશ જેવું થઈ ગયું આખો માંથી અશ્રુ ધારા વહેવા લાગી.ચિંતન કરતાં અને ધર્મ ને સમજતા જો મમ્મીની ૭૫ વર્ષ ની જૈફ વયે દિક્ષા લેવાની પ્રબળ ઈચ્છા અને દ્રઢ સંકલ્પ છે ત્યારે એમની ઈચ્છા ને માન આપી રજા આપી.

બરોબર કોરોના ના કપરા કાળ માં કચ્છ માદરે વતન એવા નવીનાર ગામે શ્રી કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયમાં ગુરૂદેવ જીતેન્દ્ર મુનિના હસ્તે

આજથી ૦૫ વર્ષ પહેલા નવીનાળ (તા.મુન્દ્રા) ગામમાં સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા અંગીકાર કરી, ઝવેરબેનમાંથી સુવિધિબાઈ મહાસતીજી નામ ધારણ કર્યું કરી પૂ.ગુરૂણીમૈયા તારાબાઈ સ્વામી નું શિષ્યત્વ સ્વકાર્યું. પોતાના સમગ્ર જીવન માં ખૂબ જ દાન ની ગંગા વહાવી પરોપકાર, સેવા અને સંતવૈયાવચ્છ ના પરમ આગ્રહી હતા. સંપ્રદાય વાદ જરા પણ ન હતો. એમના માટે સબ સંત સમાન. ખુબજ સરળ અને પ્રેમાળ તેમજ મિતભાષી હતા.

જે કોઈ સંપ્રદાય ની દિક્ષા માં જાય ત્યારે અંતર થી રડી પડતા કે આ કેવા ભાગ્યશાળી છે કે સંસાર માં થી નીકળી ગયા અને મારા કેવા કર્મ અને અંતરાય છે કે મારે સંસાર માં ન છુટકે પણ રહેવું પડે છે અને ત્યાં ને ત્યાં દીક્ષા ના મંડપ માં જ એક નિયમ ની ધારણા કરી યાવત્ત જવજજીવ ના એક વસ્તુ ના ત્યાગ ના પચ્ખ્ખાણ લઈ લેતા હતા. શુદ્ધ ભાવ થી કરેલ સંકલ્પ ક્યારે પણ નિષ્ફળ ન જાય અને ૭૫ વર્ષ ની જૈફ વયે પણ ચરિત્ર મોહનીય ની અંતરાય તૂટી ગઈ અને ચરિત્ર ઉદય માં આવ્યું.

કેવા ભાગ્યશાળી કે આપણા ૩ મનોરથ છે તો પ્રથમ શ્રાવકપણું બીજા નંબરે સંયમ અને હવે ત્રીજા મહાન મનોરથ ને સાધવા નો પ્રચંડ પુરુષાર્થ સાથે પૂરા આનંદ અને જાગૃતતા થી સંયમ સાધના કરી.અંતિમ સમય ને સાર્થક કરવા ઉત્તમ અનશન ભાવ સાથે કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના કચ્છ કેસરી આચાર્ય પૂનમચંદ્રજી સ્વામીના પરિવારના પ.પૂ. તારાબાઈ મહાસતીજીના શિષ્યા તથા અમરસન્સ પરિવારના સંસારી પક્ષે માતૃ, સુવિધિબાઈ મહાસતીજી (ઉંમર 83 વર્ષ), દીક્ષા પર્યાય ૦૫ વર્ષ એ તા.૧૨-૦૩-૨૬ ને ગુરુવારના રોજ કાર્યવાહક તારાચંદ સ્વામી પ્રશાંતમુનિ, સમર્પણમુનિ તથા દમયંતીબાઈ મહાસતી, તારાબાઈ મહાસતી, સંગીતાબાઈ મહાસતી, નિપુણાબાઈ મહાસતી, ઉજ્જવલાબાઈ મહાસતી, અચલગચ્છ જૈન સંઘના જયગુણાશ્રીજી મ.સા., પાર્શ્વચંદ્ર ગચ્છના ગીતાશ્રીજી મ.સા. આદી ઠાણા-૨૬ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં તથા મહાસતીજીના સંસારી પુત્ર મનીષભાઈ, પુત્રવધુ ખીલતીબેન, જેઠાણી લક્ષ્મીબેન અને પ્રભાબેન તથા ચતુર્વિધ સંઘની હાજરી માં માંડવી તાલુકાના બિદડા ગામે બિદડા સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં સંથારો (અનશન વ્રત) આદરેલ છે.

આજે અનશન વ્રતના ૬ માં ઉપવાસે આગળ વધી રહ્યા છે. સુવિધિબાઈ મહાસતીજી ની આહાર થી અનાહારક પદ તેમજ કર્મ નિર્જરા તરફ ની આ મનુષ્ય સંયમ સાધક પર્યાય ખૂબ જ શાતા પૂર્વક આત્મઉલ્લાસ સાથે પૂર્ણ થાય. આહાર થી અનાહારક એવા સિધ્ધપદ, પંચમગતિને પ્રાપ્ત કરે એજ અંતરભીની પ્રાર્થના.

બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, શાંતિલાલભાઈ, મેહુલભાઈ રાજગોર અને જેનીલભાઈએ સંથારો ધારણ કરનાર પ.પૂ. સુવિધિબાઈ મહાસતીજીની સેવા કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande