ઇરાનના હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ફસાયેલું પહેલું ભારતીય જહાજ એલપીજી લઈને શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું
અમદાવાદ, 16 માર્ચ (હિ.સ.) ઇરાનના હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલું LPG લઈને શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું. 44 હજાર મેટ્રિક ટન LPG લઈને શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું.જેમાં 32.4 લાખ ઘરેલુ સિલિન્ડર જેટલો ગેસ, આવતીકાલે ‘નંદા દેવી’ અને
ઇરાનના હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ફસાયેલું પહેલું ભારતીય જહાજ એલપીજી લઈને શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું


અમદાવાદ, 16 માર્ચ (હિ.સ.) ઇરાનના હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલું LPG લઈને શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું. 44 હજાર મેટ્રિક ટન LPG લઈને શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું.જેમાં 32.4 લાખ ઘરેલુ સિલિન્ડર જેટલો ગેસ, આવતીકાલે ‘નંદા દેવી’ અને ‘જગ લાડકી’ જહાજ પહોંચશે.

ગુજરાતના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં ગેસ પુરવઠો સુનિશ્ચિત રહે તે માટે મહત્વપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે વિધાનસભામાં જાહેરાત કરી કે LPG ગેસ ભરેલું ‘શિવાલિક’ નામનું જહાજ પોર્ટ પર પહોંચી ગયું છે. હાલ ચાલી રહેલી યુદ્ધસમાન પરિસ્થિતિ વચ્ચે રાજ્યમાં ગેસની અછત ન સર્જાય તે માટે સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે.

મંત્રીના જણાવ્યા મુજબ આ સાથે ત્રીજું LPG જહાજ પણ ગુજરાતના બંદરે પહોંચી ગયું છે, જેના કારણે રાજ્યમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે અને પુરવઠા વ્યવસ્થા યથાવત રહેશે.

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે LPG કેરિયર જહાજ 'શિવાલિક' કતારથી ગેસ લઈને ભારત પહોંચી ગયું છે. આ જહાજ સોમવારે સાંજે 5 વાગ્યે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું.

'શિવાલિક' જહાજ પર લગભગ 46,000 મેટ્રિક ટન LPG લોડ થયેલું છે, જે આશરે 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર બરાબર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.આ જહાજ 14 માર્ચના રોજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ રવાના થયું હતું. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત પહોંચનારું આ પ્રથમ LPG જહાજ છે.

શિપિંગ મંત્રાલયના જણાવ્યા મુજબ, 'નંદા દેવી' નામનું જહાજ પણ આશરે 46,000 ટન LPG લઈને ભારત આવી રહ્યું છે અને તેના આવતીકાલે પહોંચવાની શક્યતા છે. બીજી તરફ, 'જગ લાડકી' જહાજ લગભગ 81,000 ટન ક્રૂડ ઓઈલ લઈને ભારત તરફ આવી રહ્યું છે અને તેના પણ આવતીકાલે મુન્દ્રા પહોંચવાની અપેક્ષા છે.

શિપિંગ મિનિસ્ટ્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ શિપ વિશે જાણકારી આપી છે. વળી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈરાનથી 550 નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande