પાટણમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 B1નું ‘કોહિનૂર’ વાર્ષિક અધિવેશન ભવ્ય રીતે યોજાયું
પાટણ, 16 માર્ચ (હિ.સ.)ઐતિહાસિક નગરી પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 B1નું આઠમું વાર્ષિક અધિવેશન ‘કોહિનૂર’ ભવ્ય રીતે યોજાયું હતું. સમગ્ર ગુજરાતમાંથી લાયન્સ પરિવારના સભ્યો અને મહાનુભાવો મોટ
પાટણમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 B1નું ‘કોહિનૂર’ વાર્ષિક અધિવેશન ભવ્ય રીતે યોજાયું


પાટણ, 16 માર્ચ (હિ.સ.)ઐતિહાસિક નગરી પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 B1નું આઠમું વાર્ષિક અધિવેશન ‘કોહિનૂર’ ભવ્ય રીતે યોજાયું હતું. સમગ્ર ગુજરાતમાંથી લાયન્સ પરિવારના સભ્યો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ પાટણના પ્રમુખ નીકુલ ચુનાવાલાના જણાવ્યા અનુસાર કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, પૂર્વ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર અને કે.સી. પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

અધિવેશન દરમિયાન લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ ગતિ આપવા તેમજ સમાજના છેવાડાના માનવી સુધી સેવાઓ પહોંચાડવા અંગે ઉપસ્થિત વક્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું. કોન્ફરન્સના ચેરમેન ગૌરવભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી આશરે 400થી વધુ ડેલિગેટોએ ભાગ લીધો હતો. સાથે જ નવા ડિસ્ટ્રિક્ટ ગવર્નરની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા પણ યોજાઈ હતી. વિવિધ શહેરોના લાયન્સ ક્લબના પ્રમુખો અને ડિસ્ટ્રિક્ટ ઓફિસરોએ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande