
વલસાડ, 16 માર્ચ (હિ.સ.): વલસાડ ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મેળો ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની હસ્ત કલા અને ઘર આધારિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા આયોજન કરવામાં આવ્યો છે.
આ મેળો તા. 20-03-2026 સુધી રોજ સવારે 11:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શ્વેતા દેસાઈ તેમજ કમલેશ ગીરાસે (દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરીના કર્મચારીઓ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પેરા લીગલ વોલેન્ટરો પણ હાજર રહ્યા હતા.
મેળામાં બહેનો દ્વારા બનાવાયેલા વિવિધ હસ્તકલા, પરંપરાગત કલાકૃતિઓ તેમજ ઘર આધારિત ઉત્પાદનોના સ્ટોલ મુકવામાં આવ્યા છે. નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલાઓના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે