સુરતના અપહરણ અને પોક્સો કેસના ફરાર આરોપી વિજય બારૈયા સાવરકુંડલા પોલીસના હાથે ઝડપાયો
અમરેલી,16 માર્ચ (હિ.સ.) સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગુનામાં ફરાર ચાલતા આરોપી વિજય બારૈયાને સાવરકુંડલા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં આરોપી વિજય બારૈયા વિરુદ
સુરતના અપહરણ અને પોક્સો કેસના ફરાર આરોપી વિજય બારૈયા સાવરકુંડલા પોલીસના હાથે ઝડપાયો


અમરેલી,16 માર્ચ (હિ.સ.) સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગુનામાં ફરાર ચાલતા આરોપી વિજય બારૈયાને સાવરકુંડલા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં આરોપી વિજય બારૈયા વિરુદ્ધ નાબાલિકાના અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદથી આરોપી પોલીસથી બચવા માટે અલગ-અલગ સ્થળોએ છુપાઈને ફરાર હતો.

આ દરમિયાન સાવરકુંડલા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે આરોપી વિજય બારૈયા સાવરકુંડલા વિસ્તારમાં છુપાયો છે. જેના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી અને અલગ-અલગ વિસ્તારોમાં નજર રાખવામાં આવી હતી. અંતે પોલીસ ટીમે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

આરોપીની ધરપકડ કર્યા બાદ જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આગળની કાર્યવાહી માટે આરોપીને સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

સાવરકુંડલા પોલીસે ફરાર આરોપીને ઝડપતા પોલીસ કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande