જૂનાગઢ જિલ્લામાં સાયકલ અને ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ માટે ઓળખ ફરજિયાત
જૂનાગઢ 16 માર્ચ (હિ.સ.) ભૂતકાળમાં જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવા જાહેર સ્થળો, જગ્યાઓ પર સાયકલ, મોટર સાયકલ કે ફોર વ્હીલરમાં બોમ્બ જેવી વિસ્ફોટક સામગ્રીઓ ગોઠવીને બ્લાસ્ટ થકી ભયાવહ કૃત્યને અંજામ આપવામાં આવેલ હોવાનું તથા ભવિષ્યમાં પણ
જૂનાગઢ જિલ્લામાં સાયકલ અને ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ માટે ઓળખ ફરજિયાત


જૂનાગઢ 16 માર્ચ (હિ.સ.) ભૂતકાળમાં જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવા જાહેર સ્થળો, જગ્યાઓ પર સાયકલ, મોટર સાયકલ કે ફોર વ્હીલરમાં બોમ્બ જેવી વિસ્ફોટક સામગ્રીઓ ગોઠવીને બ્લાસ્ટ થકી ભયાવહ કૃત્યને અંજામ આપવામાં આવેલ હોવાનું તથા ભવિષ્યમાં પણ આવી ઘટનાઓની શક્યતાને નકારી શકાય નહિ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ.બારડ ને મળેલ સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વાહનોની લે-વેચ કરનાર વ્યક્તિઓએ જૂનાગઢ જિલ્લામાં સાયકલ તેમજ બેટરીથી ચાલતા ઈલેક્ટ્રીક ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર વેચનાર દુકાનો ધરાવનારા માલિકો, સંચાલકો, એજન્ટો દ્વારા આવા વાહનોના વેચાણ સમયે અવશ્ય બિલ આપવું અને તેની સ્થળ પ્રત કબજામાં રાખવી. વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાઈસન્સ, પાનકાર્ડ, ચૂંટણી ઓળખકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાનું ઓળખપત્ર કે શૈક્ષાણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્ય, કોઈ પણ ખાતાના રાજયપત્રિત અધિકારીતરફથી મેળવેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક વૈધ (Valid) પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી વેંચાણ કરનારે મેળવવાનો રહેશે. વેચાણ બિલમાં ખરીદનારનું પુરૂં નામ સરનામું, સંપર્ક માટે ટેલીફોન, મોબાઈલ નંબર લખવો. વેચાણ બિલમાં સાયકલ, બેટરીથી સંચાલિત વાહનના ફ્રેમ નંબર, ચેસીસ નંબર અવશ્ય લખવાના રહેશે.

ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામું તાત્કાલિક અસરથી આગામી તા. ૧૩/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNS, 2023 ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande