સુરતમાં પ્રેમલગ્ન કરનાર મહિલાથી સામૂહિક દુષ્કર્મનો આક્ષેપ, પતિ સહિત ચાર સામે ગુનો
સુરત, 16 માર્ચ (હિ.સ.): સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર 25 વર્ષીય મહિલાએ પોતાના પતિ અને તેના મિત્રોની સામે સામૂહિક દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી છે. પોલીસ અનુસાર, પીડિતાએ આક્ષેપ કર્યો છે કે પતિએ પોતાના ત્રણ મિત્રોની સાથે મળીને તેના પર
Rape


સુરત, 16 માર્ચ (હિ.સ.): સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર 25 વર્ષીય મહિલાએ પોતાના પતિ અને તેના મિત્રોની સામે સામૂહિક દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી છે. પોલીસ અનુસાર, પીડિતાએ આક્ષેપ કર્યો છે કે પતિએ પોતાના ત્રણ મિત્રોની સાથે મળીને તેના પર અત્યાચાર આચર્યો હતો. આ ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ છે.

ફરિયાદ મુજબ, મહિલા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના યુવક સાથે પ્રેમલગ્ન કરીને સુરતમાં રહેવા આવી હતી. દંપતી કાપોદ્રા વિસ્તારમાં ભાડાના મકાનમાં વસવાટ કરતા હતા. પતિ હીરા ઉદ્યોગમાં કામ કરતો હતો અને તેના કેટલાક મિત્રો અવારનવાર તેમના ઘરે આવતા-જતા હતા, ક્યારેક ત્યાં રોકાતા પણ હતા.

મહિલાના આક્ષેપ પ્રમાણે, મે 2025ની એક રાત્રે પતિએ પોતાના ત્રણ મિત્રોની સાથે ઘરમાં દારૂ પીધો હતો. ત્યારબાદ નશાની હાલતમાં ઝઘડો, મારપીટ અને બળજબરી કરવામાં આવી હતી. પીડિતાએ જણાવ્યું કે પતિની હાજરીમાં તેના મિત્રો દ્વારા વારાફરતી દુષ્કર્મ કરવામાં આવ્યું અને વિરોધ કરતાં ગંભીર જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

મહિલાએ વધુમાં જણાવ્યું કે આ ઘટના પછી પણ પતિ તેના મિત્રો સાથે શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતો રહ્યો હતો. અંતે ત્રાસથી કંટાળી તેણીએ ઘર છોડીને કાપોદ્રા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પતિ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક અન્ય આરોપીની શોધખોળ ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande