સાંતલપુર તાલુકાના વૌવા ગામના એક યુવક પર તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી ચાર શખ્સોએ દાત્રાણા રોડ પર હુમલો કર્યો
પાટણ, 16 માર્ચ (હિ.સ.) : સાંતલપુર તાલુકાના વૌવા ગામના એક યુવક પર તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી ચાર શખ્સોએ દાત્રાણા રોડ પર હુમલો કર્યો હતો. લાકડી અને લોખંડની પાઇપ વડે માર મારતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને પહેલા સાંતલપુર સરક
સાંતલપુર તાલુકાના વૌવા ગામના એક યુવક પર તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી ચાર શખ્સોએ દાત્રાણા રોડ પર હુમલો કર્યો


પાટણ, 16 માર્ચ (હિ.સ.) : સાંતલપુર તાલુકાના વૌવા ગામના એક યુવક પર તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી ચાર શખ્સોએ દાત્રાણા રોડ પર હુમલો કર્યો હતો. લાકડી અને લોખંડની પાઇપ વડે માર મારતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને પહેલા સાંતલપુર સરકારી દવાખાને અને બાદમાં વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ફરિયાદ મુજબ નારણ માદેવભાઈ બોરીચા પોતાના પિતરાઈ ભાઈ વેલાભાઇ સાથે મોટરસાઇકલ પર સાંતલપુરથી વૌવા જઈ રહ્યા હતા. ભોજાસરી તલાવડી પાસે નાગલ માતાજીના મંદિર નજીક બમ્પ આવતા તેઓએ બાઇક ધીમી કરતા ત્યાં પહેલેથી ઉભેલા ચાર શખ્સોએ તેમને રોકી લીધા હતા. આરોપીઓએ નારણ પર બાબુની પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી ગાળાગાળી કરી હતી અને બાદમાં ચારેયે મળી લાકડી તથા લોખંડની પાઇપ વડે આડેધડ હુમલો કર્યો હતો. હુમલામાં નારણને બંને પગ, પીઠ અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઘટના બાદ સાંતલપુર પોલીસ મથકે રસિક રવાભાઈ ધયડા, મેદા જીતાભાઇ ધયડા, કાંતી રવાભાઇ ધયડા અને બાબુ રવાભાઈ ધયડા સામે બી.એન.એસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલ દિલીપસંગ લાભુજી જાડેજા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande