પ્રાકૃતિક કૃષિ અપનાવો – સ્વસ્થ જમીન, સ્વસ્થ પાક અને સ્વસ્થ જીવન તરફ આગળ વધો
- ગરૂડેશ્વરના સાંજરોલી અને ચૂડેશ્વર ગામે કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમથી ખેડૂતોમાં જાગૃતિ રાજપીપલા,17 માર્ચ (હિ.સ.) નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ
પ્રાકૃતિક કૃષિ અપનાવો – સ્વસ્થ જમીન, સ્વસ્થ પાક અને સ્વસ્થ જીવન તરફ આગળ વધો


પ્રાકૃતિક કૃષિ અપનાવો – સ્વસ્થ જમીન, સ્વસ્થ પાક અને સ્વસ્થ જીવન તરફ આગળ વધો


- ગરૂડેશ્વરના સાંજરોલી અને ચૂડેશ્વર ગામે કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમથી ખેડૂતોમાં જાગૃતિ

રાજપીપલા,17 માર્ચ (હિ.સ.) નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર આધારિત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અક્તેશ્વર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સાંજરોલી ગામે ધનસુખભાઈના ખેતરે તથા ચૂડેશ્વર ગામે રાવજીભાઈના ઘરે ખેડૂત તાલીમ યોજાઈ હતી. આ તાલીમ પ્રાયોગિક રીતે યોજાઈ હતી, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમ દરમિયાન જીવામૃત તૈયાર કરવાની પ્રાયોગિક રીત ખેડૂતોને બતાવવામાં આવી હતી અને તેના ઉપયોગથી જમીનની ઉપજ ક્ષમતા કેવી રીતે વધે છે તેમજ રાસાયણિક ખાતરનો ખર્ચ કેવી રીતે ઘટે છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ તાલીમમાં CRP તરીકે વિવેકકુમાર તડવી અને અશોક તડવી તથા કૃષિ સખી તરીકે અનસૂયા તડવી અને ગાયત્રી વસાવા દ્વારા ખેડૂતોને સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પ્રાકૃતિક કૃષિના લાભો, ઓછી કિંમતમાં વધારે ઉત્પાદન, જમીનની ઉર્વરતા જાળવવી અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તાલીમમાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા જીવામૃત બનાવવાની પ્રક્રિયા અને તેના ઉપયોગ વિશે ઉંડાણપૂર્વક માહિતી મેળવી હતી. સાથે જ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સકારાત્મક પ્રતિસાદ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande