અંકલેશ્વર જીઆઈડીસી માટે સરકારની 'આત્મનિર્ભરતા' માત્ર કાગળ પર રહી ગઈ છે
અંકલેશ્વરના લઘુ ઉદ્યોગો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પાપે ''વેન્ટિલેટર'' પર આવી ગયા જીપીસીબીની પરવાનગી આપવામાં વિલંબ હવે ઉદ્યોગપતિઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે ઉદ્યોગોને ખરેખર મંજૂરીની જરૂર હોય છે ત્યારે તંત્ર ''પીઠ બતાવી'' રહ્યું છે. CETP
અંકલેશ્વર જીઆઈડીસી માટે સરકારની 'આત્મનિર્ભરતા' માત્ર કાગળ પર રહી ગઈ છે


અંકલેશ્વર જીઆઈડીસી માટે સરકારની 'આત્મનિર્ભરતા' માત્ર કાગળ પર રહી ગઈ છે


અંકલેશ્વર જીઆઈડીસી માટે સરકારની 'આત્મનિર્ભરતા' માત્ર કાગળ પર રહી ગઈ છે


અંકલેશ્વર જીઆઈડીસી માટે સરકારની 'આત્મનિર્ભરતા' માત્ર કાગળ પર રહી ગઈ છે


અંકલેશ્વર જીઆઈડીસી માટે સરકારની 'આત્મનિર્ભરતા' માત્ર કાગળ પર રહી ગઈ છે


અંકલેશ્વરના લઘુ ઉદ્યોગો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પાપે 'વેન્ટિલેટર' પર આવી ગયા

જીપીસીબીની પરવાનગી આપવામાં વિલંબ હવે ઉદ્યોગપતિઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે

ઉદ્યોગોને ખરેખર મંજૂરીની જરૂર હોય છે ત્યારે તંત્ર 'પીઠ બતાવી' રહ્યું છે.

CETP જેવી મહત્વની પર્યાવરણીય સુવિધા માટેની ફાઈલો સરકારી કચેરીઓમાં ધૂળ ખાઈ રહી છે

ભરૂચ 17 માર્ચ ( હિ. સ ) રાજ્યમાં એક તરફ 'વાઈબ્રન્ટ ગુજરાત'ના બણગાં ફૂંકવામાં આવે છે, તો બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. અંકલેશ્વરના હજારો લઘુ ઉદ્યોગોના હિતમાં જ્યારે 'કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ' (CETP) જેવી મહત્વની સુવિધાઓ આકાર લઈ રહી છે, ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પરવાનગી આપવામાં કરવામાં આવતો લાંબા સમયનો વિલંબ હવે ઉદ્યોગપતિઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

અંકલેશ્વરના ઉદ્યોગ જગતમાંથી ઉઠેલા આક્ષેપો મુજબ, સરકારી એજન્સીઓ જેની જવાબદારી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની છે, તે જ અત્યારે ઉદ્યોગોની પીઠમાં ખંજર ભોંકી રહી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર 'આત્મનિર્ભર ભારત'ની વાત કરે છે, પરંતુ જ્યારે ઉદ્યોગોને ખરેખર મંજૂરીની જરૂર હોય છે ત્યારે તંત્ર 'પીઠ બતાવી' રહ્યું છે.

મુખ્ય મુદ્દાઓ:

મંજૂરીમાં અસહ્ય વિલંબ: CETP જેવી મહત્વની પર્યાવરણીય સુવિધા માટેની ફાઈલો સરકારી કચેરીઓમાં ધૂળ ખાઈ રહી છે.

વાઈબ્રન્ટ ગુજરાતની છબી જોખમમાં: જો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ઉદ્યોગપતિઓએ આંદોલન કરવાની નોબત આવે, તો વિશ્વ સ્તરે ગુજરાતની છબી ખરડાવાની પૂરેપૂરી શક્યતા છે.

કહેવું અને કરવું એમાં મોટો તફાવત: સરકાર 'સારું દેખાવા' માટે જાહેરાતો તો મોટી કરે છે, પરંતુ 'સારું બનવા' માટે જે નીતિ વિષયક ઝડપ હોવી જોઈએ તેનો અભાવ સ્પષ્ટ દેખાય છે.

ઉદ્યોગ જગતનો આક્રોશ

સ્થાનિક ઉદ્યોગપતિઓના જણાવ્યા અનુસાર, જો સરકાર પોતે જ પોતાના નેજા હેઠળની એજન્સીઓ દ્વારા અવરોધો ઉભા કરતી હોય, તો ઉદ્યોગો કેવી રીતે ટકી શકશે? આ 'આત્મનિર્ભરતા' પર પ્રહાર સમાન છે.

હવે જોવાનું એ રહેશે કે સરકાર આ ગંભીર બાબતે સફાળી જાગીને મંજૂરીની પ્રક્રિયા વેગવંતી બનાવે છે કે પછી ઉદ્યોગપતિઓને રસ્તા પર ઉતરીને આંદોલન કરવા માટે મજબૂર કરે છે. 'સારું દેખાવું' અને 'સારું બનવું' વચ્ચેની પાતળી ભેદરેખા જો સરકાર નહીં સમજે તો આગામી દિવસોમાં મોટા ઉદ્યોગગૃહોનો રોષ ફાટી નીકળશે તે નક્કી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande