મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુરૂવારે જામનગરમાં : હાપા માર્કેટ યાર્ડમાં ભોજનાલય અને આરામગૃહનું લોકાર્પણ
જામનગર, 17 માર્ચ (હિ.સ.) : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આગામી તારીખ 19મી માર્ચને ગુરુવારના રોજ જામનગરની મુલાકાતનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અને તેઓના હસ્તે કરોડો રૂપિયાના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કામો હાથ ધરવામાં આવશે. રાજ્યના મુખ્
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ


જામનગર, 17 માર્ચ (હિ.સ.) : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આગામી તારીખ 19મી માર્ચને ગુરુવારના રોજ જામનગરની મુલાકાતનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અને તેઓના હસ્તે કરોડો રૂપિયાના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કામો હાથ ધરવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કે જેઓના હસ્તે જામનગરના નવા ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું હતું, ત્યારબાદ આગામી 19મી તારીખે ફરીથી તેઓની જામનગરની મુલાકાત યોજાવા જઈ રહી છે. જેમાં સૌ પ્રથમ સવારે 8.30 વાગ્યે માર્કેટિંગ યાર્ડ હાપામાં ખેડૂત ભોજનાલાય તથા ખેડૂત આરામ ગ્રહનું લોકાર્પણ કરવામાં આવશે.

આ વેળાએ તેઓની સાથે જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, તેમજ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી તેમજ શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ સવારે 11.00 વગ્યે જામનગરના મ્યુનિ. ટાઉનહોલમાં એક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગર શહેરના આશરે 190 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, સાથો સાથ જિલ્લા વહીવટી તંત્ર, અને જિલ્લા પંચાયત હસ્તકના પણ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જે અંગેના સમગ્ર કાર્યક્રમની વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાપા ખાતે રૂપિયા દોઢ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા ખેડૂતોના આરામ ગૃહ અને ભોજનાલયનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આગામી તારીખ 19 ના રોજ કરવામાં આવશે. આ પ્રસંગે વિશાળ ખેડૂત સંમેલનને મુખ્યમંત્રી સંબોધન કરનાર છે. ખેડૂતો પોતાની જલસીના વેચાણ અર્થે જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાપામાં આવતા હોય છે ત્યારે ખેડૂતોને માટે ભોજનાલય તેમજ ખેડૂત આરામ ગૃહની સુવિધા સુવિધા ઉભી કરવામાં આવી છે નિર્માણ પામેલા આ બંનેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર ટેલ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવનાર છે. આ ઉપરાંત તેઓ યાર્ડમાં ખેડૂતોના વિશાળ સંમેલનની સંબોધન કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande